મનોરંજન

કુલી નંબર 1 ટ્રેલર: વરુણ ધવન સાથે અંડરવૉટર કિસ કરતી જોવા મળી સૈફ ની લાડલી, અભિનેતાનો દેખાયો ગોવિંદા અંદાજ

નવાબ સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાન અને અભિનેતા વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ કુલી નંબર-1 નું ટ્રેલર 28-નવેમ્બરના રોજ લોન્ચ થઇ ચૂક્યું છે. ટ્રેલરને એમેઝોન પ્રાઈમ, ફેસબુક અને યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. એવામાં ફિલ્મનું ટ્રેલર સામે આવતા જ ફિલ્મના સેટ પર થયેલા અમુક કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

Image Source

વરુણના પિતા ડેવિડ ધવનની આ 45મી ફિલ્મ છે અને તે ત્રીજી વાર દીકરા વરુણ સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. ટ્રેલરમાં વરુણ અને સારાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફિલ્મ 1995 માં રિલીઝ થયેલી કરિશ્મા કપૂર અને ગોવિંદાની ફિલ્મની જ રીમેક છે અને તે પણ ડેવિડ ધવન દ્વારા જ નિર્દેશિત કરવામાં આવી હતી. 25 વર્ષ પહેલા આ ફેમસ જોડીએ ફિલ્મમાં ખુબ ધમાલ મચાવ્યો હતો અને હવે વરુણ-સારાની જોડી પણ આ ફિલ્મમાં ધમાલ મચાવવાની છે.

Image Source

ફિલ્મમાં વરુણ ધવન ડબલ રોલમાં જોવા મળશે અને ગોવિંદાના ફિલ્મના ગીતોની નાની એવી ઝલક પણ જોવા મળશે.  ફિલ્મની કહાની અને અંદાજ 25 વર્ષ પહેલાની ફિલ્મને મળતો આવે છે.

Image Source

ફિલ્મમાં ઘણા રોમેન્ટિક સીન્સ છે જેમાના એક સીનમાં વરુણ અને સારા પાણીના ઊંડાણમાં લીપલૉક કરતા પણ જોવા મળશે. બંન્નેની લિપલૉક કરતી આ તસ્વીર સોશિયલ મીડિયા પર પણ સામે આવી હતી અને ખુબ વાયરલ થઇ હતી. સારાએ સેટ પરનો એક કિસ્સો પણ શેર કર્યો હતો કે કેવી રીતે ડેવિડ ધવન તેના પર ગુસ્સે થઇ ગયા હતા.

Image Source

સારાએ કહ્યું કે,”અમે ‘મૈં તો રસ્તે સે જા રહા થા’ ગીતની શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ડેવિડ ધવન મારા પર ગુસ્સે થઇ ગયા હતા કેમ કે હું શૉટ માટે તો તૈયાર જ હતી પણ કોસ્ટ્યૂમમાં કંઈક લગાવવાનું હતું. જેને લીધે મારે મોડું થઇ ગયું”.

Image Source

સારાએ કહ્યું કે,”વરુણ વૈનમાં કોસ્ટ્યૂમને લગતું કંઈક કામ કરી રહ્યો હતો અને ડેવિડ સર નારાજ થઇ ગયા કેમ કે શૂટ માટે મોડું થઇ રહ્યું હતું. આવી રીતે તેને ગુસ્સો તો વરુણ પર હતો પણ નારાજગી મારા પર ઉતારી હતી. જો કે પછી બધું જ ઠીક થઇ ગયું હતું”.

Image Source

ફિલ્મ વિશે વાત કરતા સારાએ કહ્યું કે,”કુલી નંબર-1 માં કામ કરવાનું મારું સપનું પૂરું થયું. આપણે ‘હુસ્ન હૈ સુહાના’ અને ‘મિર્ચી લગી’ જેવા ગીતો સાંભળીને જ મોટા થયા છીએ. આ મને એક સપના જેવું લાગે છે કે હું આ ગીતના રીમેક વર્ઝનમાં કામ કરી રહી છું. વરુણ એક બેસ્ટ અભિનેતા છે જેના અભિયમાં કોઈ જ ભૂલ નથી હોતી અને સેટ પર હંમેશા બધાને સહિયોગ કરે છે. આ સિવાય મેં પરેશ સર, રાજપાલ સર, જૉની સર, ભારતી મેમ, જાવેદ સર અને સાહિલ અને શીખા પાસેથી ઘણું બધું શીખ્યું છે”.

Image Source

ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.ટ્રેલરને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેના પહેલા સારા લવ આજ કલ-2 માં જોવા મળી હતી, તેમાં પણ સારાનો બોલ્ડ અવતાર દખાયો હતો, અને વરુણ સ્ટ્રિટ ડાન્સર ફિલ્મમાં જોવા મળ્યા હતા, ફિલ્મને કંઈ ખાસ નામના મળી ન હતી.