ખબર ફિલ્મી દુનિયા

ડ્રગ્સ કનેક્શનમાં પૂછપરછ બાદ પહેલીવાર નજરે આવી સારા, કપિલ શર્મા શોમાં પહોંચી

સારા અલી ખાનને પિંક લુકમાં જોઈને ફેન્સ થયા દીવાના, તસ્વીર જોઈ ફેન્સ બોલ્યા, ઓ ગુલાબો

સુશાંત કેસમાં ડ્ર્સ એન્ગલમાં એનસીબી દ્વારા તપાસ થયા બાદ પહેલી વાર સારા અલી ખાન કેમેરાની સામે નજરે આવી હતી. સારા અલી ખાન તેની આગામી ફિલ્મ કુલી નંબર-1 ના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોના સેટ પર વરુણ ધવન અને ટિમ સાથે નજરે આવી હતી.

Image source

સારા અલી ખાન એ એક્ટ્રેસ પૈકી એક છે જે બહુ જ ઓછા સમયમાં ફેશન વર્લ્ડમાં એક ખાસ ઓળખ બનાવી છે. એથનિક વેરમાં દેખાનારી સારા અલી ખાન ક્લાસી આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી હતી. સારાએ તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર-1’ ના પ્રમોશન માટે પિંક કલરનું વન શોલ્ડર જંપશૂટ પહેર્યું હતું, જે બાદ બૈગી લોઅર્સ અને ફ્લોરલ પ્રિન્ટ સાથે પીપટો હાઈ હિલ્સ ઘણું અટ્રૅક્ટિવ રહ્યું હતું.

બોડીકોન ટોર્સો પિંકી પોન્કી જંપ શૂટમાં સારા અલી ખાન ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. જ્યારે સારાએ પોતાને ગ્લેમ ટચ આપતી વખતે સટલ મેકઅપની સાથે પોનીટેલ સાથે લુકને પૂર્ણ કર્યો હતો. વરુણ ધવન બ્લેક શર્ટ અને પેન્ટમાં નજરે આવ્યો હતો. સારા અને વરુણ સાથે ફિલ્મ પ્રોડ્યુસર જૈકી ભગનાની પણ હતો. તે વ્હાઇટ ટીશર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો.

Image source

એનસીબીની પૂછપરછ પછી સારાએ સૌ પ્રથમ દુર્ગાષ્ટમી પરના તેમના ફોટા સાથે ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર પાછા ફર્યા બાદ કેમેરા સામે આ તેનો પહેલો અનુભવ હતો.

Image source

જણાવી દઈએ કે, સારા અને વરુણની ફિલ્મ કુલી નંબર-1 એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થશે. આ ફિલ્મનું નાતાલના સમયે પ્રીમિયર થશે. કૂલી નંબર -1ની ટીમે તેની રિલીઝ પહેલા પ્રમોશનલ ઝુંબેશ શરૂ કરી દીધી છે. તેની શરૂઆત કોમેડી શો ધ કપિલ શર્મા શોથી થઈ હતી.

Image source

“કુલી નંબર 1” એ પૂજા એન્ટરટેઈનમેન્ટની લોકપ્રિય ફ્રેન્ચાઇઝી પર આધારિત કૌટુંબિક કોમેડી નાટક છે. તેનું નિર્દેશન ડેવિડ ધવન કરી રહ્યા છે. ફિલ્મમાં વરુણ અને સારા ઉપરાંત પરેશ રાવલ, જાવેદ જાફરી, જોની લિવર, રાજપાલ યાદવ સહિતના અન્ય કલાકારો જોવા મળશે.

Image source

તમને જણાવી દઈએ કે સારા સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ છે. તે ભાઈ અને તેના પરિવાર સાથે તેના ક્વોલિટી સમયના ફોટા શેર કરતી રહે છે. સુશાંત કેસના ડ્રગ્સ એંગલમાં નામ આવ્યા બાદ તે લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર તેની એક્ટિવિટીથી બ્રેક લીધો હતો.

Image source

સારા અલી ખાન છેલ્લે લવ આજકાલમાં કાર્તિક આર્યન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી ના હતી પરંતુ કાર્તિક સાથે તેના સંબંધની ચર્ચા કરવામાં આવી હતી.