ખબર

આ નોકરી કરશો તો વાર્ષિક પેકેજ 1.80 કરોડ રૂપિયા મળશે, સરકારે બહાર પાડી જાહેરાત

ઓસ્ટેલિયાની સરકારે પોતાના એન્ટાર્કટિકા રિસર્ચ સ્ટેશન માટે વિશ્વની સૌથી એડવેન્ચરસ જોબ બહાર પાડી છે, જેમાં તેમને 150થી વધુ પદો માટે લોકોને આવેદન કરવા જાહેર કર્યું છે. રહેવા-ખાવાનું બધું મફતમાં મળશે અને અહીં તમારા માટે ચાર ટાઈમનું જમવાનું રસોઇયા તૈયાર કરશે. તમને એક્સપેડિશનર કહેવામાં આવશે.

Image Source

સારું વેતન મળશે, નવું શીખવા મળશે અને પૃથ્વી પરના સૌથી ઠંડા ભાગમાં કામ કરવા મળશે, સાથે જ જ્યા સુધી તમે એન્ટાર્કટિકામાં કામ કરશો ત્યાં સુધી તમને વાર્ષિક 60,974 ડોલરનું ખાસ ભથ્થું પણ મળશે. જેમ કે એક ડોક્ટરને અહીં વાર્ષિક પગાર $199,031 મળશે અને સાથે જ વધારાનું ભથ્થું વર્ષે $60,974 મળશે. એન્ટાર્કટિકામાં રહીને કામ કરતા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઓફિસરને $74,469 પગાર અને વર્ષે $60,974 ભથ્થું મળશે.

Image Source

ઓસ્ટ્રેલિયન એન્ટાર્કટિક ડિવિઝન ઇચ્છે છે કે કુશળ કામદારો ફક્ત ચાર મહિનાની સમર જોબથી માંડીને સંપૂર્ણ 15 મહિના સુધીની કોઈપણ નોકરી માટે એપ્લાય કરી શકે છે.

જો તમે રસોઇયા, લોજિસ્ટિકલ સપ્લાય ઓફિસર, ડોક્ટર, આઇટી ઓફિસર, બોઇલરમેકર વેલ્ડર, મિકેનિક, સુથાર અથવા પ્લમ્બર છો – અને તમે પેંગ્વિનની વસાહત જોવા માંગો છો – તો તમારી બોટ કિનારા પર લાગી ગઈ છે, જલ્દી જ બેસી જાઓ તો તમારો ઉદ્ધાર થઇ જશે.

Image Source

ઉનાળામાં જયારે ત્યાં સરળતાથી રહી શકાય છે ત્યારે અહીંના ચારેય સ્ટેશન પર 100 લોકો કામ કરતા હોય છે. જયારે શિયાળો શરુ થાય છે પછી અહીંથી સ્ટાફને હટાવીને માત્ર 20 જેટલો જ રહેવા દેવામાં આવે છે. ક્યારેક તો માત્ર 14 જ લોકો હોય છે જેને ત્યાં થીજવી નાખે એવી ઠંડીમાં રહેવું પડે છે. આ લોકોએ ઠંડીમાં અને અંધારામાં એકબીજા પર નાના-મોટા કામો માટે આધારિત રહેવું પડે છે. એટલે જ ઓસ્ટ્રેલિયન એન્ટાર્કટિક ડિવિઝન દરેક અરજદારની માનસિક અને શારીરિક તપાસ કરે છે કે તેઓ આ રીતે અહીં રહીને કામ કરી શકશે કે કેમ. કારણ કે આ કોઈ સામાન્ય નોકરી નથી.

Image Source

આ નોકરી માટે સ્ત્રીઓ-પુરુષો કોઈ પણ એપ્લાય કરી શકે છે, જે આવા એકાંતવાળા સ્થળો પર પણ ખૂબ જ જીવંતતાથી રહી શકે અને બીજા લોકોને પણ અહીં પ્રેરિત કરી શકે. જે લોકોને આવી નોકરી કરવામાં રસ હોય એ લોકો http://www.antarctica.gov.au/ વેબસાઈટ પર જઈને વધુ જાણકારી મેળવી શકે છે અને એપ્લાય કરી શકે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.