10 રૂપિયામાં બનાવ્યું એવું કુલર કે ACને પણ આપે છે ટક્કર ? એક ભાઈનો જુગાડ જોઈને તો લોકો પણ રહી ગયા હક્કા બક્કા, જુઓ વીડિયો

માટલાનો આવો ઉપયોગ તમે આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, જુઓ આ ભાઈએ સામાન્ય માટલાથી કેવી રીતે બનાવ્યું એસી જેવી ઠંડી હવા આપતું કુલર, 2 કરોડ કરતા વધારે લોકોએ જોયો વીડિયો

Cooler made of pot : હાલ દેશભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. આ ગરમીના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, જેના ઘરમાં અને ઓફિસમાં એસી છે એ તો શાંતિથી ઠંડકમાં બેઠા છે, પરંતુ જે એસી કે કુલર નથી ખરીદી શકતા તેમની કેવી હાલત થતી હશે ?

ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે આ ગરમીથી છુટકારો મેળવવા માટે અનોખા જુગાડ પણ અપનાવતા હોય છે, જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ માત્ર 10 રૂપિયામાં એવું કારનામું કર્યું કે તેનું કુલર ACની જેમ હવા આપવા લાગ્યું. ત્યારે આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપવા લાગ્યા.

આ વાયરલ ઈન્સ્ટાગ્રામ રીલમાં આપણે જોઈ શકીએ છીએ કે એક જુગાડુ વ્યક્તિ પહેલા માટલા તોડે છે અને તેમાં એક મોટું કાણું પાડે છે જેથી વોટર કૂલરની મોટર તેમાંથી પસાર થઈ શકે. આ પછી, તે અંદર માટલું મૂકીને કુલરમાં પાણીની મોટર સેટ કરે છે અને પછી માટલાના કેટલાક ટુકડા કૂલરની ટાંકીમાં ચારે બાજુ ફેલાવીને પાણીથી ભરે છે.

છેલ્લે તે માણસ કુલર ચલાવતો જોવા મળે છે. હવે તેમાંથી ઠંડી હવા આવે છે કે નહીં, તે આ જુગાડ અજમાવ્યા પછી જ ખબર પડશે, કેમ? આ વિડિયો 20 મેના રોજ ‘Engineer Jasveer’ના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો  “માત્ર રૂ. 10માં હોમમેડ એસી.” ત્યારે આ વીડિયોને અત્યાર સુધી 2 કરોડથી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને પોતાના પ્રિતભાવ આપી રહ્યા છે.

Niraj Patel