હાય ગરમી…રિક્ષા ડ્રાઇવરે ભીષણ ગરમીથી બચવા માટે લગાવ્યો એવો ધાંસૂ જુગાડ કે ક્યારેય નહિ વિચાર્યુ હોય આવું- જુઓ વીડિયો

ઓટો ચાલકે લગાવ્યો એવો દેસી જુગાડ કે જોઇ માથુ પણ ચકરાઇ જશે…લોકો આપી રહ્યા છે મજેદાર રિએક્શન

Cooler Fitted In Auto : કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે. ઘણા રાજ્યોમાં તાપમાન એટલું વધી ગયું છે કે દિવસ દરમિયાન રસ્તાઓ પર આગ વરસી રહી હોય તેમ લાગી રહ્યુ છે. આવી સ્થિતિમાં લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પણ રોજીરોટી માટે તો ઘણાને બહાર જવું જ પડે છે અને ગરમી પણ સહન કરવી પડે છે.

તમે ઘણા વિક્રેતાઓ, રિક્ષાચાલકો અને મજૂરોને કલાકો સુધી તડકામાં કામ કરતા જોયા જ હશે. આટલું જ નહીં, તેઓ તો ઘરે ગયા પછી પણ તેમને સૂકુન નથી મળતુ કારણકે તેઓ કુલર અથવા એસી ખરીદી શકતા નથી. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં છે. વાસ્તવમાં, આ વીડિયોમાં એક રિક્ષા પાછળ કૂલર લગાવેલું જોઇ શકાય છે. આ સાંભળવામાં થોડું અજીબ લાગશે…

પણ એક ઓટો ડ્રાઈવરે આવું પરાક્રમ કર્યું છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે ઓટોમાં સફેદ રંગનું કુલર લગાવવામાં આવ્યું છે. તેને એવી રીતે લગાવવામાં આવ્યું છે કે ડ્રાઇવર કે પેસેન્જરને ગરમી ન થાય. આ જ કારણ છે કે આ જબરદસ્ત આઈડિયા જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાઈરલ ક્લિપને ઈન્સ્ટા પર @kabir_setia નામના યુઝર દ્વારા શેર કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by KABIR SETIA (@kabir_setia)

એક અઠવાડિયા પહેલા શેર કરાયેલા આ વીડિયોને 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એકે લખ્યું – ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ, જ્યારે એક બીજાએ લખ્યુ- ભાઈએ જનતા વિશે પણ વિચાર્યું છે.

Shah Jina