શરાબના ભાગેડુ કારોબારી વિજય માલ્યાને લંડનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લંડનની અદાલતમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ આપવામાં આવેલી વિજય માલ્યાની અરજી અરજી રદ કરવામાં આવી છે. લંડનની અદાલતે વિજય માલ્યાને પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી નથી આપી. ત્યારે આજે વાત કરીએ ભાગેડુ વિજય માલ્યાની જીવન શૈલી વિશે…

પહેલી નજરમાં વિજય માલ્યાને જોનારા લોકો તેમને એક બિંદાસ વ્યક્તિ તરીકે ગણે છે. વિજય માલ્યા મોંઘા ચશ્મા અને ભારે ઘરેણા તથા ફોર્મ્યુલા વન અને ક્રિકેટ જેવી રમતોને ઘણી પસંદ કરે છે. લગભગ 9 હજાર કરોડ રૂપિયાની બેંક લઊં લઈને લંડન ભાગી ગયેલા શરાબના કારોબારી વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ ઘણી એજન્સીઓએ સમાન જારી કર્યા હતા. આ પહેલા નાણાં મંત્રાલયના આગ્રહ પછી વિદેશ મંત્રાલયે તેનો પાસપોર્ટ પણ રદ કરી દીધો હતો.

પોતાની કંપની કિંગફિશર એરલાઇન્સ માટે વિજય માલ્યાએ 9000 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે તે હજુ પણ ચુકાવી શક્યા નથી. કર્જદાતાઓ દ્વારા પૈસા માંગવા પર વિજય માલ્યાએ પોતાની જાતને દેવાળિયો જાહેર કરીને લોન ભરવામાં અસમર્થ જાહેર કર્યો હતો.

18 ડિસેમ્બર 1955ના રોજ જન્મેલા વિજય માલ્યાએ નાની ઉંમરમાં જ વેપારની સમજ વિકસિત કરી લીધી હતી. ફક્ત 30 વર્ષની ઉંમરમાં જ વિજય માલ્યાએ યુબી ગ્રુપને આંતરરાષ્ટ્રીય સ્ટાર પર એક મોટી કંપની બનાવી દીધી હતી. યુબી એટલે કે યુનાઇટેડ બ્રિઉરી ગ્રુપની સ્થાપના તેમના પિતા વિટ્ટલ માલ્યાએ કરી હતી.

યુબી ગ્રુપ, શરાબ (બિયર) અને માદક પીણા ઉદ્યોગ પર વિશેષ ધ્યાન આપનારી કેટલીક અલગ-અલગ કંપનીઓનો એક વિસ્તૃત સમૂહ છે. કિંગફિશર બ્રાન્ડ આનો જ એક ભાગ છે જે બિયર બનાવે છે. વિજય માલ્યાની અન્ય કંપનીઓમાં કિંગફિશર નામથી એક એરલાઇન્સ પણ હતી જે આર્થિક સંકટ અને કરજામાં ડૂબયાં બાદ ઓક્ટોબર 2012માં બંધ થઇ ગઈ.

પોતાની ભપકાદાર જીવનશૈલી માટે ઓળખાતા ઉદ્યોગપતિ વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના આર્થિક સંકટને કારણે ઘણા વિવાદોમાં રહયા છે. 2004માં ગઠિત થયેલી કિંગફિશર એક સમયે ભારતની સૌથી મોટી એરલાઇન કંપની હતી, પરંતુ એરલાઇન્સના ખર્ચા એટલા વધારે હતા કે એ આ ઊંચાઈ પર વધુ સમય માટે ટકી ન શકી.

કહેવાય છે એ યાત્રીઓને પોતાના તરફ આકર્ષિત કરવા માટે કિંગફિશર દ્વારા અલગ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી હતી. જેના અંતર્ગત ફૂડથી લઈને ઈનકેબીન એન્ટરટેનમેન્ટ અને એરહોસ્ટેસ પર વધુમાં વધુ ખર્ચ કરવામાં આવ્યો. કિંગફીશરનો પ્રતિ મુસાફર ખર્ચ જેટ એરવેઝની સરખામણીમાં લગભગ બેગણો હતો.

કિંગફિશર એરલાઇન્સમાં પીરસવામાં આવતા ભોજન પર ખર્ચ પ્રતિ મુસાફર 700-800 રૂપિયા હતો, જયારે જેટમાં આ જ ખર્ચ 300 રૂપિયા પ્રતિ મુસાફર હતો. ખર્ચમાં કાપ મુકવાની બાબતે મળ્યા ખરાબ રીતે અસફળ રહયા. શરૂઆતમાં તો વિજય માલ્યા અને તેમની કંપની કિંગફિશરની રણનીતિ સફળ રહી, પરંતુ જેમ-જેમ કંપનીનો ખર્ચ વધતો ગયો આ કંપની સંકટમાં ફસાતી ગઈ.

વર્ષ 2008 પછી અચાનક જ કાચા તેલના ભાવમાં વધારો પણ કિંગફિશર માટે મુસીબત બનીને આવ્યો. તેનાથી કંપનીનું આર્થિક સંકટ પણ વધી ગયું. આર્થિક સંકટથી પસાર થયા બાદ આખરે વર્ષ 2012માં કિંગફીશરનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું.

વિજય માલ્યાનું વિલાસભર્યું ભવિષ્ય તો ત્યારે જ ખબર પડી ગઈ હતી જયારે ફક્ત 4 વર્ષની ઉંમરમાં જ તેમના પિતાએ તેમને એક ફેરારી કાર આપી હતી. આજે પણ આ વિલાસભર્યું જીવન યથાવત છે. ચારે તરફથી થઇ રહેલી આલોચના બાદ પણ વિજય માલ્યાએ કિંગફિશર માટે દર વર્ષની જેમ જ હોટ મોડેલ્સના ફોટોશૂટવાળા કેલેન્ડરમાં કોઈ જ કમી આવવા દીધી નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.