આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8 માર્ચ કરવામાં આવે છે. આજે મહિલાઓ પુરુષ સમોવડી થવા લાગી છે. બધા જ ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે પછી તે પાઇલોટ તરીકે હોય કે પછી ટ્રેન ચલાવવા માટે હોય. આપણે સૌ જાણીએ છીએ કે, મહિલાઓ વગર બધું જ અશક્ય છે.

એક દિવસ માટે પણ ઘરની સ્ત્રી બહાર ગઈ હોય અને જમવાનું બનાવવાનું અથવા તો બહાર જમવા જવાનું સૌથી અઘરું લાગે છે. આજે આપણે એક એવા મહિલાની વાત કરીશું જેને કુકિંગમાં દેશ-વિદેશમાં ડંકો વગાડે છે. આ મહિલાનું નામ છે મમતા શાહ..

આવો જાણીએ મમતા શાહ વિષે:
મમતા શાહ છેલ્લા ૨૪ વર્ષથી કુકીંગથી જોડાયેલા છે. મમતા શાહે વારાણસીથી ફૂડ ન્યુટ્રિશનમાં એમએ કર્યું છે. મમતા શાહના કરિયરની વાત કરવામાં આવે તો તેના દ્વારા અત્યાર સુધીમાં 15થી વધારે કુકીંગ સ્પર્ધામાં જજ તરીકે રહી ચુક્યા છે,. જેમાં રોટરી ક્લ્બ, રેડ ફેમ, એલજી, પેનાસોનિક, જૈન વુમેન ક્લ્બનો સમાવેશ થાય છે.

તો મમતા શાહે એસ્સાર ટાઉનશીપ, એકજી ઓવન, પેનાસોનિક કુકીંગ વિથ ઓવન અને વિસ્તર કિચનની મહારાણી જેવા સેમિનારનું પણ આયોજન કર્યું છે.

તો મમતા શાહે કુકીંગ એક્સપોર્ટ રસોઈ શો ને ઝી ગુજરાતીમાં ૬ મહિના માટે કુકિંગના શો કર્યા છે. મમતા શાહ છેલ્લા 24વર્ષથી અવનવી વાનગીનીઓ મહિલાઓને શીખવાડતા આવે છે. ગત મહિલા દિવસે મમતા શાહે મહિલાઓ માટે એક દિવસીય વર્કશોપનું પણ આયોજન કર્યું હતું.

મમતા શાહના કુકિંગની વાત કરવામાં આવે તો તેના વર્કશોપમાં ચાઈનીઝ, બેઝિક કેક, એડવાન્સ કેક, ફોડનન્ટ કેક, કપ કેક, બ્રાઉની, પંજાબી, વિવિધ પ્રકારની દાલ, મેક્સિકન, ઇટાલિયન, ચીઝકેક, મેક્રોનસ, બંગાળી સ્વીટ્સ, ઠીક શેક, ટાર્ટસ, પીઝા બર્ગર, ડ્રાયફ્રૂટ સ્વીટસ જેવી અવનવુંય વાનગીઓ શીખવાડીને મહિલાઓને પગભર પણ કરે છે.

મમતા શાહ પાસે ક્લાસ કર્યા બાદ અત્યાર સુધીમાં ઘણી મહિલાઓ પગભગ થઈને રોજગારી મેળવે છે. આ એક ગૌરવની વાત કહેવાય.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.