ખબર

તિહાડ જેલમાં શરૂ થઇ નિર્ભયાના દોષીઓની ફાંસીની તૈયારી, પૂછવામાં આવી છેલ્લી ઈચ્છા

તિહાડ જેલમાં બંધ નિર્ભયા કેસના ચારેય દોષીઓ અક્ષય, પવન, વિનયઅને મુકેશને આગામી 1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ પહેલા 22 જાન્યુઆરીએ ફાંસીની સજા આપવામાં આવી હતી. પરંતુ ગુનેગારોને મામલે નવું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તિહાડ જેલમાં ફાંસી પહેલા થનારી પ્રક્રિયાને તેજ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જેલ પ્રસાશને દોષીઓને તેની અંતિમ ઈચ્છા પણ પૂછી લીધી છે.

Image Source

જેલ સૂત્રોનું કહેવું છે કે, તિહાસ પ્રશાસન દ્વારા ચારેય ગુનેગારોને નોટિસ ફટકારી અંતિમ ઈચ્છા પૂછી લીધી છે. જેલ પ્રશાસન દ્વારા પૂછવામાં આવ્યું છે કે, 1 ફેબ્રુઆરી ફાંસી પહેલા તે છેલ્લે કોને મળવા માંગે છે ? તેના નામ પર કોઈ પ્રોપટી હોય તો ફાંસીની સજા પહેલા કોના નામ પર કરવા માંગે છે? આ સિવાય દોષીઓને કોઈ ધાર્મિક પુસ્તક વાંચવાની ઈચ્છા હોય અથવા કોઈ ધર્મગુરૂને મળવાની ઈચ્છા હોય તો જેલ પ્રસાશન તેની મદદ કરી શકે છે. પરંતુ દોષીઓએ આ સવાલના શું જવાબ આપ્યા તેની હજુ સુધી ખબર પડી નથી.

જેલ દ્વારા ખબર તો એ પણ મળીઓ રહી છે કે, ચારેય જણા ફાંસીની તારીખ નજીક આવતા બેચેન જોવા મળે છે. ફાંસીના ડરથી વિનય નથી જમી રહ્યો. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વિનય 2 દિવસ સુધી જમ્યો ના હતો જયારે બુધવારે તેને વારંવાર જમવાનું કહેવામાં આવ્યું ત્યારે તેને થોડું જમ્યું હતું.

Image Source

જેલ સસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ફાંસીની તારીખ નજીક આવતા મુકેશ અને અક્ષય પર કોઈ અસર જોવા નથી મળી રહી. એવું એ માટે કહેવામાં આવી રહ્યું છે કે, ના તો આ લોકોએ જમવાનું છોડ્યું છે ના તો તે તેને જમવાનું ઓળછું કર્યું છે. ચાર પૈકી મુકેશ એક એવો દોષી છે જેના બધા કાનૂની વિકલ્પ પુરા થઇ ગયા છે આ સાથે જ તેની દયા યાચિકા પણ ફગાવી દેવામાં આવી છે, વિનય પાસે દયા યાચિકાનો રસ્તો બચ્યો છે. તો આખાય અને પવને હજુ સધી ક્યુરેટિવ પિટિશન પણ દાખલ નથી કરી.

Image Source

જેલ સૂત્રોએ મીડિયાને જણાવ્યા અનુસાર, ચારેય દોષીઓને તિહાડ જેલની અંદર અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે, બધા દોષીઓની સેલની બહાર સિક્યોરિયી ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાંથી એક સિક્યોરિટી હિન્દી અને ઈંગ્લીશનું જ્ઞાન ના ધરાવનાર અને એક તમિલનાડુ સ્પેશિયલ પોલીસનો એક જવાન અને એક તિહાડ જેલ પ્રશાસનનો એક જવાન તૈનાત કરવામાં આવ્યો છે. દર 2 કલાકે આ ગાર્ડને આરામ આપવામાં આવે છે. શિફ્ટ પુરી થયા બાદ બીજા ગાર્ડને તૈનાત કરવામાં આવે છે. દરેક દોષી પાછળ 24 કલાક માટે 8-8 સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. એટલે કે, ચાર કેદીઓ વચ્ચે 32 સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવ્યા છે. આ ગાર્ડ 24 કલાકમાં 48 શિફ્ટમાં કામ કરે છે.

Image Source

તિહાર જેલમાં બંધ નિર્ભયાના ચાર દોષિતોની સુરક્ષા માટે દરરોજ આશરે 50 હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. કોર્ટે તેમને ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કર્યાના દિવસથી આ ખર્ચ શરૂ થયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.