સલામના ખાન બોલીવુડમાં પોતાનું આગવું નામ ધરાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી એક પછી એકે ધમાકેદાર ફિલ્મો સાથે બોલીવુડમાં તેનું ઊંચું નામ પણ થતું રહ્યું છે.

હાલમાં જ સલમાન ખાન “દબંગ-3″માં નજર આવવા જઈ રહ્યો છે. આગામી દબંગ-1 અને 2 ખુબ જ લોકપ્રિય રહી છે ત્યારે દબંગ-3 માટે સલમાનના ચાહકો કાગડોળે રાહ જોઈને બેઠા છે. ફિલ્મનું ટ્રેલર અને ગીત લોન્ચ થયા બાદ ફિલ્મ જોવાની અધીરાઈ સલમાનના ચાહકોમાં વધી ગઈ છે.

પરંતુ હાલમાં જ સલમાનની આ ફિલ્મ “દબંગ-3″ને લઈને એક મોટો વિરોધ થયેલો જોવા મળ્યો છે. વિરોધ એટલા સુધી વકરી ગયો કે તેના રીલિઝ થવા ઉપર જ પ્રતિબંધ મુકવાનું જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હિન્દૂ જન જાગૃતિ સમિતિએ ફિલ્મના ટાઇટલ સોન્ગ “હુડ હુડ દબંગ”ને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ફિલ્મના આ ગીતમાં સાધુ સંતોને ડાન્સ કરાવતા જોઈને હિન્દૂ જન જાગૃતિ સમિતિએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમને આ ગીત દ્વારા હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે તેમ જણાવ્યું છે.

હિન્દૂ જન જાગૃતિ સમિતિના મહારાષ્ટ્ર અને ઝારખંડના સંગઠક સુનિલ ધનવતે ફિલ્મના આ ગીતને લઈને કોરિયોગ્રાફર ઉપર પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે-“ગીતમાં સાધુઓને સલમાન ખાન સાથે હલકી અને આપિત્તજનક રીતે નાચતા બતાવવામાં આવ્યા છે. જેના કારણે હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચી છે.”

આ વિવાદ શરૂ થતા હિન્દૂ જન જાગૃતિ સમિતિએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પાસે માંગણી કરી છે કે ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં ના આવે અને તેના રિલીઝ થવા ઉપર રોક લગાવવામાં આવે.

સુનિલ ધનવતે વધુમાં એમ પણ કહ્યું કે : “સલમાને સાધુઓને નીચું દેખાડ્યું છે પરંતુ શું તે મુલ્લા, મોલવી અથવા ફાધર અને બિશપને આ રીતે નીચા દેખાડવાની હિંમત કરી શકશે?
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.