સાળંગપુર વિવાદ : સંતો-મહંતોની ભીંતચિત્રો હટાવવા માગ, મણિધર બાપુથી લઇને મોરારી બાપુ સુધી અનેકે ઠાલવ્યો રોષ

સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે ભીંચ ચિત્રોનો વિવાદ, મોરારિ બાપુથી લઈ મણિધર બાપુ સુધી, સૌ કોઈ રોષમાં

છેલ્લા કેટલાક દિવસોથી સાળંગપુર હનુમાનજીની પ્રતિમાની નીચે કંડારવામાં આવેલ કેટલાક ભીંતચિત્રો મામલે વિવાદ ચાલી રહ્યો છે અને સામાન્ય લોકો સહિત સંતો મહંતોએ પણ આને લઇને રોષ વ્યક્ત કર્યો છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે અને બજરંગ દળે આ ભીંતચિત્રો દુર કરવાની માગ પણ કરી છે. હવે આ મામલે પોલીસમાં અરજી પણ કરાઇ છે.

હનુમાનજીની મૂર્તિ નીચે જે ભીતચિત્રો કંડારવામાં આવ્યા છે તેમાં હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડી નમસ્કાર કરતા હોય તેમ દર્શાવવામાં આવ્યા છે. આને લઇને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાળંગપુર મંદિર ખાતે પહોંચ્યા હતા અને મંદિરના કોઠારી વિવેકસાગરને મળી આ ભીંતચિત્રો દુર કરવાની માગ કરી હતી.

આ મામલે મોરારીબાપુ સહિત અનેકે નિવેદન આપ્યું હતુ, મોરારીબાપુએ કહ્યુ કે હનુમાનજીને પ્રણામ કરતા દર્શાવવા હીનધર્મ છે અને તેમણે સમાજને જાગૃત થવાનું પણ કહ્યુ હતુ. મોરારીબાપુ સિવાય બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું- સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય એ ચિત્રો યોગ્ય નથી. તેમણે આને નિંદનીય પણ ગણાવ્યુ હતુ.

Shah Jina