ખબર

જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ આપ્યું એવું નિવેદન કે ફરી વકર્યો વિવાદ; આખા ગુજરાતના સાધુ સમાજના સંતોએ આપ્યું મોરારી બાપુને સમર્થન

રાજકોટમાં એક કથામાં મોરારી બાપુએ કહ્યું હતું કે, ‘નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણું રૂપ આવતું જાય છે. જેમણે ઝેર પીધું હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય.’ ત્યારે મોરારી બાપુના આવા નિવેદનને કારણે વિવાદ સર્જાયો છે. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં મોરારી બાપુ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. જો કે વિવાદ વધતો જોઈએ મોરારી બાપુએ આખા સમાજને મિચ્છામિ દુક્કડમ કહી ચુક્યા છે. પરંતુ તેમના આ નિવેદનથી આખો સ્વામિનારાયણ સંપ્રદાય તેમનાથી નારાજ છે અને હવે તેઓ સાર્વજનિક રૂપથી માફીની માંગ કરી રહયા છે.

Image Source

પરંતુ આખો સાધુ સમાજ મોરારી બાપુના સમર્થનમાં આવ્યો છે. જૂનાગઢનાં ઈન્દ્રભારતી બાપુ પણ મોરારી બાપુની તરફેણમાં આવ્યા છે અને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘મોરારી બાપુ કોઈની પાસે માફી નહીં માંગે. મોરારી બાપુને માફી મંગાવવાનાં પ્રયત્ન પણ ના કરશો. મોરારી બાપુએ જે કહ્યું તે ખોટુ નથી.’ ત્યારે હવે ઈન્દ્રભારતી બાપુએ નિવેદન આપતા વિવાદ ફરી એક વાર વકર્યો છે.

ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, ‘સ્વામિનારાયણ સંતો મોરારીબાપુને માફી માંગવાનું કહે છે, પણ બાપુ શેની માફી માંગે… નિલકંઠ તો મહાદેવ નિલકંઠ જ કહેવાય. લાખા લાખ હોય પણ ફૂલાણીમાં ફેર હોય. જેના કારણે કોઇ હિસાબે મોરારીબાપુ માફી નહીં માંગે અને અમે માફી પણ નહીં માગવા દઇએ. તે અમારો બાપ છે અમારો ધર્મ પ્રચારક છે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘ધર્મની દુકાનદારી ચલાવતા લોકો સામે ક્યારેય માફી ન મંગાય. મોરારી બાપુ અમારા ધર્મ પ્રચારક છે. પરંતુ આજના ધર્મના ઠેકેદારો માફી માંગવાનું કહે તે કેટલું યોગ્ય છે.’

Image Source

હવે મોરારી બાપુ પર જ્ઞાન સ્વામી સાધુએ મીડિયામાં નિવેદન આપ્ત વિવાદ વધુ વકર્યો છે. આખા ગુજરાતના સાધુ સમાજના સંતોએ મોરારી બાપુને સમર્થન આપ્યું હતું. સાવરકુંડલા ખાતે ગુજરાત સાધુ સમાજના પ્રમુખ અને ચેરમેન સહીત અનેક સાધુ સમાજના સંતો ભેગા થયા હતા અને મોરારી બાપુના નીલકંઠ અંગેના નિવેદનને સમર્થન આપી જ્યાં સુધી સ્વામી નારાયણ સમાજના જ્ઞાન સ્વામી માફી નહી માંગે ત્યાં સુધી વિરોધ દર્શાવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી ઉચ્ચારી કે હવે અખિલ સાધુ સમાજના ભારતભરના લોકો હોદેદારો ઉપસ્થિત રહી આનો વિરોધ કરશે અને મોરારી બાપુનું સમર્થન કરશે.

જુઓ વિડીયો

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks