રાજસ્થાનના ભીલવાડા જિલ્લાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જયાં 5 હજાર રૂપિયા મહિને વેતન મેળવનાર કોમ્પ્યુટર ઓપરેટર ભ્રષ્ટાચાર કરવામાં એટલો હોશિયાર નીકળ્યો કે તે કરોડપતિ બની ગયો. જયારે તેની હકિકત વિભાગના અધિકારીઓને ખબર પડી કો તેઓ દંગ રહી ગયા. કોઇને ભનક પણ લાગી અને તેણે ઘોટાળા કરી કરોડોનું સામ્રાજય ઊભુ કરી દીધુ. શિક્ષા વિભાગમાં કામ કરનાર કર્મચારીએ લગભગ 2 કરોડ 15 લાખ રૂપિયાની હેરફેરથી પોતાનું કારોબાર ઊભુ કરી દીધુ.
ભીલવાડા જિલ્લાના કોટડી પંચાયત સમિતિના ખેડા રાજકીય વિદ્યાલયમાં ગોપાલ સુવાલકા નામનો આ વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટરના પદ પર કાર્યરત હતો. ગોપાલ સુવાલકા વર્ષ 2007થી 13 ઓગસ્ટ 2021 સુધી ફર્જીવાડાથી વિભાગના પૈસા ગાયબ કરતો રહ્યો પરંતુ કોઇને તેની ભનક પણ ન લાગી. તે શિક્ષા વિભાગના અધિકારીઓની ફર્જી આઇડી અને પાસવર્ડથી વર્ષો સુધી શિક્ષા વિભાગના પૈસાની ગડબડ કરતો રહ્યો અને તેની પત્ની દિલખુશ સુવાલકાના ખાતામાં જમા કરતો રહ્યો.
આ માટે આરોપીએ તેની પત્નીને ફર્જી રીતે દસ્તાવેજોમાં ટીચર બનાવી દીધી અને તેના ખાતામાં પૈસા મોકલતો રહ્યો. ગોપાલની પત્ની અસલમાં કોઇ કામ કરતી ન હતી પરંતુ પતિને કારણે તે કેટલાક વર્ષમાં જ કરોડપતિ બની ગઇ. આરોપી ગોપાલે શિક્ષા વિભાગમાં ગોટાળો કરી કરોડોનું સામ્રાજય ઊભુ કરી દીધુ છે. તેણે આ પૈસાથી બે બંગલા અને એક જેસીબી મશીન લીધી. તે બાદ તે ઠેકેદારી કરવા લાગ્યો.
આરોપીનો કારોબાર એટલો વધી ગયો કે તેણે પોતાના જ ભાણિયાને પીએ તરીકે રાખી લીધો. તેણે તેના કામને પંજાબ સુધી ફેલાવી દીધુ. જિલ્લા શિક્ષણ અધિકારીને આરોપી પર શક થયો અને તેણે સૌથી પહેલા 12 ઓગસ્ટ 2021ના રોજ તેના વિરૂદ્ધ 12 લાખ રૂપિયાની ઉચાપતનો કેસ દાખલ કરાવ્યો. તે બાદ તેના એક પછી એક ઘણા ખુલાસા થયા. જયારે જાણકારી પોલિસને થઇ તો પૂરા મામલાનો ખુલાસો થયો.