ખબર

અમિતાભ બચ્ચનના કહેવાથી થયું હતું પત્નીનું ટ્રાન્સફર, પતિએ બિગ બી સામે વ્યક્ત કર્યું હતું દર્દ, તે છતાં પણ નારાજ છે પતિ

ટીવી ઉપર પ્રસારિત થઈ રહેલા શો કૌન બનેગા કરોડપતિ દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. કેબીસીની આ 12મી સીઝનની અંદર ઘણા બધા એવા લોકો આવે છે જેની કહાની સાંભળીને ઘણા લોકોને પ્રેરણા પણ મળતી હોય છે.

Image Source

હાલમાં જ પ્રતિસ્પર્ધી તરીકે આવેલા મધ્ય પ્રદેશના મંદસૌર શહેરમાં પોસ્ટેડ કોન્સ્ટેબલ વિવેક પરમારે પણ પોતાની હાલત અમિતાભ બચ્ચન સામે રાખી. કેબીસીની અંદર વિવેક પરમારે 25 લાખ રૂપિયા જીતવાની સાથે પોતાના અંગત જીવનનો પ્રશ્ન પણ અમિતાભ પાસે ઉકેલાવી દીધો.

કેબીસીની અંદર રમત રમતી વખતે વિવેકે અમિતાભને પોતાની અંગત જીવનની સમસ્યા જણાવી. તેને કહ્યું કે તેની પત્ની મધ્ય પ્રદેશ પોલીસની અંદર કોન્સ્ટેબલ છે. પરંતુ તેનું પોસ્ટિંગ ગ્વાલિયરની અંદર છે.

Image Source

મંદસૌરથી ગ્વાલિયરનું અંતર પણ ઘણું જ વધારે છે જેના કારણે વિવેક અને તેની પત્નીને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વાત ઉપર અમિતાભ બચ્ચને મધ્યપ્રદેશ સરકારનો ઉલ્લેખ કરીને હસતા હસતા જ કહ્યું હતું કે કરી નાખો બંનેની એક સાથે પોસ્ટિંગ.

તો હવે ખબર એવી આવી રહી છે કે અમિતાભની વિનંતી ઉપર કોન્સ્ટેબલ વિવેક પરમારની પત્ની પ્રીતિ સીકરવારને ગ્વાલિયરથી મંદસૌરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ વાતની જાણકારી મધ્ય પ્રદેશ સરકારના વિધાયક યશપાલ સિંહ સીસોદીયાએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

યશપાલ સિસોદિયાએ પોતાના અધુકૃત ટ્વીટર એકાઉંટ ઉપર પ્રીતિ સીકરવારના ટ્રાન્સફરનો રિપોર્ટ શેર કર્યો હતો. આ રિપોર્ટની સાથે યશપાલ સિંહે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનની વિનંતી ઉપર પ્રીતિ સીકરવારનું ટ્રાન્સફર મંદસૌર કરવામાં આવી રહ્યું છે.

પરંતુ હવે વિવેક દ્વારા આ સરકારી આદેશને પાછો લેવાની માંગણી કરવામાં આવી રહી છે. વિવેકની સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રદેશ અધ્યક્ષને અપીલ કરવા વાળા મંદસૌરના વિધાયકે પણ આ વાતને ખોટી ગણાવી છે.

Image Source

વિવેકનું કહેવું છે કે તેને પોતાનું ટ્રાન્સફર ગ્વાલિયર કરવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા પત્નીનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું જેના કારણે પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે.

વિવેકનું કહેવું છે કે તેના માતા-પિતા ગ્વાલિયરમાં રહે છે જ્યાં હાલમાં તેની પત્નીની પોસ્ટિંગ છે. પત્ની ત્યાં રહીને તેના ઘરડા માતા-પિતાની દેખરેખ પણ રાખી રહી છે. હવે પત્નીના ટ્રાન્સફર બાદ હવે તેમના માથે સમસ્યા એ છે કે માતા-પિતાનું ધ્યાન કેવી રીતે રાખી શકાશે? વિવેકે જણાવ્યું કે તે પોતાનું ટ્રાન્સફર ગ્વાલિયરમાં ઈચ્છે છે.  જેના કારણે પત્નીની સાથે પણ રહી શકાય અને પરિવારની પણ દેખરેખ રાખી શકાય.