પોલીસ કોન્સ્ટેબલે કરી નાખી પત્નીના પ્રેમીની હત્યા, માથું કપાયેલી હાલતમાં મળી હતી હતી લાશ, આ રીતે ઉકેલાયો ભેદ

લફરાબાજ પોલીસ કોન્સ્ટેબલની બૈરીએ ઘરની બહાર ચાલુ કર્યું ઇલુ ઇલુ…કોન્સ્ટેબલે જે હાલત કરી એ જોઈને બધા હચમચી ઉઠ્યા

દેશભરમાંથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો લૂંટના ઈરાદાથી તો ઘણા લોકો આપસી મતભેદમાં તો કોઈ વળી પ્રેમ પ્રસંગોના કારણે હત્યા કરી દીધા હોવાની ખબરો સામે આવતી રહે છે, હાલ પોલીસે એક એવી જ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. આ હત્યાનો ભેદ એક ટેટુ દ્વારા ઉકેલાયો.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં 29 સપ્ટેમ્બરના રોજ એક શબ મળ્યું હતું. જેનું માથું કપાયેલું હતું અને શબ અડધું સળગેલું હતું. મુંબઈ પોલીસ માટે આ લાશની ઓળખ કરવી પણ ખુબ જ કઠિન હતું પરંતુ થોડા જ સમયમાં મુંબઈ પોલીસે આ લાશની ઓળખ પણ કરી લીધી અને હત્યાનો ભેદ પણ ખોલી નાખ્યો.

મૃતકની ઓળખ સોલાપુર નિવાસી દાદા જગદાલેના રૂપમાં થી હતી. તેની હત્યાના આરોપમાં મુંબઈ પોલીસની મોટર વ્હિકલ સેલમાં ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલ 45 વર્ષીય શિવશંકર તિવારીની ધરપક કરવામાં આવી હતી. શિવશંકર એસપી એન્ટોપ હિલ ડિવિઝનમાં ડ્રાઈવરના પદ ઉપર ફરજ બજાવે છે.

હત્યાની પાછળ દાદા જગદાલેનું શિવશંકર તિવારીની પત્નીની સાથે પ્રેમ પ્રસંગનું કારણ જણાવામાં આવી રહ્યું છે. આરોપ પ્રમાણે શિવશંકરને તેની પત્નીના અવૈધ સંબંધની જાણ થઇ ગઈ હતી અને તેના જ કારણે તેને દાદા જગદાલેની હત્યા કરી દીધી હતી અને માથું કાપી અને શબને ઠેકાણે લગગાવી દીધું હતું.

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે શબને ઠેકાણે લગાવવામાં શિવશંકરની પત્ની મોનાલી ગાયકવાડે પણ તેનો સહયોગ કર્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા છે. જ્યાં કોર્ટે બંનેને 14 ઓક્ટોબર સુધીની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે દાદા જગદાલેના શબની ઓળખ કરવી પણ મુશ્કેલ બની રહી હતી.

મૃતકના શરીર ઉપર દાદાનું ટેટુ હતું. પોલીસે આ ટેટુના સહારે જ તપાસ શરૂ કરી અને ડમ્પ ડેટાના આધારે પોલીસને એક નંબર મળ્યો જે સોલાપુરનો હતો. પોલીસે દાદા જગદાલેના પરિવારજનોનો સંપર્ક કર્યો તો તેના ખોવાયો હોવાની પુષ્ટિ થઇ. મુંબઈ પોલીસે દાદા જગદાલેની કોલ ડિટેઈલ્સ તપાસી તો માલુમ પડ્યું કે શિવશંકરે તેને ફોન કર્યો હતો. દાદા જગદાલેએ શિવ શંકરની પત્ની મોનાલીનાં ફોનમાં ઘણા કોલ કર્યા હતા.

જે જગ્યાએ દાદા જગદાલેનું શબ મળ્યું હતું તેની આસપાસના સીસીટીવી ફંફોસવામાં આવ્યા તો ત્યાં શિવશંકરની પ્રાઇવેટ કાર જોવા મળી. પોલીસે આ આધાર ઉપર તપાસ આગળ વધારી તો ખુલાસો થયો કે દાદા જગદાલેની હત્યા શિવશંકર અને તેની પત્ની મોનાલીએ કરી છે. જેના બાદ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી.

Niraj Patel