ખબર

પતિની હત્યાના 15 દિવસ પછી જ પત્નીએ પણ ગળે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા, 6 મહિનાનું બાળક થયું નિરાધાર

માતાનો દેહ જોઈ 5 મહિનાનો લાડલો દીકરો ગળે લાગ્યો અને આવા દ્રશ્ય જોઈને કઠણ કાળજાનો માનવી પણ રડી પડ્યો! જુઓ તસ્વીરો

હાલમાં દુનિયાભરમાં આત્મહત્યાના મામલાઓ વધી રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ એક ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. જ્યાં પતિની હત્યા થયા બાદ 15 દિવસમાં જ માનસિક ચિંતાથી પીડાતી પોલીસ કોન્સ્ટેબલ મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. સાથે જ તેને એક સુસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં તેની પતિની હત્યા કરનારાઓને આકરી સજા કરાવવાની પણ વાત જણાવી હતી.

Image Source

કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ગૌસપૂરના રહેવાસી 25 વર્ષીય રિંકી રાજપૂત ઉરઈના અભિયોજના કાર્યાલયમાં ફરજ બજાવી રહી હતી. તેને બે વર્ષ પહેલા પોતાના પાડોશી મનીષ રાજપૂત સાથે ઉરઈના જ એક મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા. રિંકી પોતાના પતિ સાથે ઉરઈમાં રહેતી હતી. 15 દિવસ પહેલા જ 27 ઓગસ્ટના રોજ રિન્કીનાં પિતા પ્રેમ સિંહ, મામા દેશરાજ અને અંકિતે શિવપુરી સ્થિત ઘરમાં ઘૂસીને મનીષની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. જોકે હત્યા કરનારા આરોપીઓને પોલીસે જેલમાં મોકલી દીધા છે.

Image Source

પતિની હત્યા બાદ રિંકી પોતના છ માસના બાળકને લઈને પોતાના સાસરે ગૌસપુર ગઈ હતી. પાંચ સપ્ટેમ્બરના રોજ તે પતિના મામા રામવીશાલ રાજપૂત લોટહા ગાજીપુર નિવાસીને ત્યાં આવી હતી. ગુરુવાર રાત્રે રિંકીએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. એસો કમલેશ પાલે જણાવ્યું કે પતિના મૃત્યુથી માનસિક તણાવમાં આવીને મહિલા સિપાહીએ આત્મહત્યા કરી લીધી હતી.

Image Source

આત્મહત્યા કરતા પહેલા મહિલા સિપાહીએ સુસાઇડ નોટ લખી છે જેમાં તેને લખ્યું છે: “મને માફ કરજો, હવે હું મારા બાબુ (પતિ) પાસે જઈ રહી છું.” તેને પોતાના સાસરીવાળા પતિના હત્યારા પિતા, ભાઈ અને મામાને કડક સજા અપાવવાની પણ વાત લખી છે. પોતાના દીકરા વિશે પણ લખ્યું છે કે: “પતિ મનીષની ઈચ્છા હતી કે દીકરાના મોટા થવા ઉપર તેને એન્જીન્યર બનાવે, માટે દિયર મંજીત તેના છ માસના દીકરા શિવાંશની સારી રીતે દેખરેખ રાખી અને એન્જીનીયર બનાવે. અને સસરા વિશ્વનાથ સિંહ લોધીના ભાગની જમીનમાં દીકરાને ભાગ પણ આપજો. જેના કારણે તેને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે.”

Image Source

ગૌસપુર નિવાસી રિંકી રાજપૂતની આર્થિક સ્થિતિ સારી નહોતી. જેના કારણે મનીષ જ તેના અભ્યાસથી લઈને નોકરીના ફોર્મ ભરવા સુધીનો ખર્ચ ઉઠાવતો હતો. મનીષના સ્વજનો કહે છે કે એ બધા વચ્ચે જ રિંકીના ઘરવાળા કઈ કહેતા નહોતા. પરંતુ રિંકી જયારે સિપાહી બની ગઈ અને તેને પહેલી પોસ્ટિંગ જાલૌનના રામપુરમાં થઇ ત્યારે રિંકીના લગ્ન બીજે ક્યાંક નક્કી કરી દેવામાં આવ્યા. ત્યારે રિંકીએ મનીષને જાલૌન બોલાવીને તેની સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. જે રિંકીના પરિવારજનોને પસંદ નહોતું.