24 વર્ષની આ મહિલા કોન્સ્ટેબલ રેગિંગ કરતા આરોપીઓને ઝડપવા માટે સ્ટુડન્ટ બનીને કોલેજમાં ઘુસી, પછી કર્યું એવું કામ કે હવે લોકો પણ કરે છે સલામ, જુઓ

ફિલ્મી સ્ટાઈલમાં 3 મહિના સુધી વિદ્યાર્થીની બનીને કોલેજમાં ગઈ આ પોલીસ કોન્સ્ટેબલ, પછી કર્યો કોલેજમાંથી મોટો પર્દાફાશ… જુઓ કોણ છે આ 24 વર્ષની બહાદુર યુવતી

આપણા દેશમાં ઘણી કોલેજોમાંથી રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવે છે, ઘણીવાર આવી ઘટનાઓમાં કોઈનો જીવ પણ ચાલ્યો ગયો હોવાની ખબર પણ સામે આવતી રહે છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાનો પર્દાફાશ કરવા માટે એક 24 વર્ષની મહિલા કોસ્ટેબલે જે કામ કર્યું તેની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે.

ઇન્દોરની મહાત્મા ગાંધી મેડિકલ કોલેજમાં થોડા દિવસ પહેલા એક રેગિંગનો મામલો સામે આવ્યો હતો. જેમાં કેટલાક સિનિયર સ્ટુડન્ટ્સ અને જુનિયર સ્ટુડન્ટ્સનું રેગિંગ કરવામાં આવ્યું હતું. આ મામલામાં એક પીડિત વિદ્યાર્થીએ કોલેજ મેનેજમેન્ટમાં પણ ફરિયાદ કરી હતી. જેના બાદ 24 જુલાઈના રોજ કોલેજ પ્રસાશન દ્વારા અજ્ઞાત વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો હતો. આ કેસને સોલ્વ કરવા માટે ઇન્દોર પોલીસે અંડરકવર મિશન શરૂ કર્યું.

આ રેગિંગનો પર્દાફાશ કરવા માટે 24 વર્ષની કોસ્ટેબલ શાલિનીએ મહત્વની ભૂમિકા ભજવી. તે ફિલ્મી સ્ટાઇલમાં વિદ્યાર્થીની બનીને કોલેજમાં રોજ જતી હતી. જ્યાં તે કેન્ટીનમાં 5થી 6 કલાક પણ વિતાવતી હતી. તે ત્યાં ફ્રેશર વિદ્યાર્થીઓ સાથે વાતો પણ કરતી હતી. જેના કારણે રેગિંગ કરનારા સિનિયર વિદ્યાર્થીઓ તેના પર શંકા ના કરે અને તે આરામથી બધાની વચ્ચે જ ભળી જાય.

સતત 3 મહિના સુધી આ રીતે કોલેજમાં જઈને તે એવા સિનિયર વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ જેણે રેગિંગને અંજામ આપ્યો હતો. શાલિનીએ એવા કુલ 11 સિનિયર વિદ્યાર્થીઓની ઓળખ કરી જે રેગીંગમાં સામેલ હતા. જેમાંથી 6ની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત 4 હજુ ફરાર છે. કોલેજ મેનેજમેન્ટ દ્વારા તેમને ત્રણ મહિના માટે કોલેજ અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આરોપીઓમાં 9 મધ્ય પ્રદેશના અને બે બંગાળ અને બિહારના હોવાનું સામે આવ્યું છે.

Niraj Patel