રાજકોટના પોલીસકર્મીએ શરમ નેવે મૂકી, પોલીસવાનમાં જ યુવતી સાથે અડધા કપડાં કાઢીને મનાવી રહ્યો હતો રંગરેલીઓ, લોકોએ જોયું પછી કરી એવી હાલત કે…..

પોલીસ દેશની અને લોકોની રક્ષા કરવા માટે હોય છે, પરંતુ ઘણીવાર એવા એવા કિસ્સા પણ સામે આવે છે કે જાણે રક્ષક જ ભક્ષક બની ગયો હોય. ગુજરાત પોલીસની પણ એવી ઘણી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણને પણ શરમ આવી જાય. હાલ રાજકોટમાંથી એક એવી જ ઘટનાએ ચકચારી મચાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં જ પોલીસવાનની અંદર યુવતી સાથે અડધા કપડાં કાઢીને રંગરેલીઓ મનાવતા ઝડપાયો હતો. જેને સ્થાનિક લોકોએ જોયો અને પછી તેના કપડાં કાઢી અને ફુલેકુ પણ ફેરવ્યું હતું.

સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાને પોલીસવાનની અંદર જ રંગરેલીઓ મનાવતા જોયો હતો જેના બાદ તેનો વીડિયો પણ સ્થાનિક વ્યક્તિ દ્વારા બનાવી લેવામાં આવ્યો, જેના બાદ તેના વાનમાંથી બહાર કાઢી અને કપડાં કાઢ્યા બાદ ફુલેકુ ફેરાવવામાં આવ્યું હતું. પોલીસકર્મીની આ શરમજનક ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો ત્યારે ખાખી વર્ધીને બદનામ કરી રહેલા આ પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ PI પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પીઆઇએ સ્થાનિક લોકોના મોબાઇલ પણ જપ્ત કરી લીધા હતા. જેના કારણે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોની સાથે પીઆઇ દ્વારા ગેરવર્તણુંક પણ કરવામાં આવી હતી. પીઆઇ કોન્સ્ટેબલને કઈ કહેવાના બદલે સ્થાનિક લોકોને બેલ્ટ કાઢી અને મારવા માટે દોડયા હતા.  આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઇ છે. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થશે.

આ બાબતે પ્રાપ્ત થતી વધુ માહિતી અનુસાર ગઈકાલે તેની નાઈટ ડયુટી હતી. સવારે ૮ વાગ્યે ડયુટી પુરી થયા બાદ નિયમ મુજબ તેને ફાળવાયેલી મોબાઈલ-ર (બોલેરો) પીએસઓ પાસે જમા કરાવવાને બદલે તે તેમાં બેસી પોલીસ મથકેથી રવાના થઈ ગયો હતો. સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઢોલરા રોડ પર તે સરકારી બોલેરોમાં પોતાની કહેવાતી ગલફ્રેન્ડ સાથે કઢંગી હાલતમાં રંગરેલીઓ મનાવી રહ્યો હતો ત્યારે જાણ થતા આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેને મેથીપાક ચખાડયો હતો.

ત્યારે આ ઘટના અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, “હાલ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઇ છે. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થશે. સાંજ સુધીમાં હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીના પગલા ભરવામાં આવશે. ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાશે. હાલ તો સમગ્ર મામલે ફરિયાદ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.”

જેમાં નશાની હાલતમાં રહેલા અશ્વિન સામે પ્રોહિબીશન એકટ તેમજ સરકારી વાહનનો દૂર ઉપયોગ કરવો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. આ ઘટનામાં સાથે રહેલી યુવતી સાથે પાંચ વર્ષથી સંબંધ હોવાનું પણ મીડિયા રિપોર્ટ અનુસાર જાણવામાં આવી રહ્યું છે.

આજે સવારના સમયે અશ્વિન મકવાણા નામનો પોલીસકર્મી સરકારી વાહન લઇને તપાસના નામે નીકળી ગયો હતો એ દરમિયાન ઢોલરા રોડ ઉપર પોલીસવાનમાં કંઇક અજુગતુ થતુ હોબાનું જોવા મળતા ત્યાથી નીકળતા રાહદારીઓનું ધ્યાન તેના ઉપર આવ્યું હતું. જેના બાદ લોકો પોલીસની ગાડી પાસે દોડી ગયા હતા. ગાડીની અંદર નજર કરતા અંદર અશ્વિન મકવાણા નામનો પોલીસકર્મી અડધા કપડાં કાઢેલી હાલતમાં હતો અને તેની સાથે એક યુવતી પણ હતી.

Niraj Patel