કૌશલ બારડ લેખકની કલમે

માથું ભારે હોવા છતાં ડ્યૂટી પર આવેલા રતનલાલ માટે પથ્થરનો ઘા જીવલેણ નીવડ્યો! વાંચો અહેવાલ

સોમવારે દિલ્હીના ઉત્તર-પૂર્વીય ઇલાકાઓમાં રમખાણો થયાં હતાં. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નાગરિકા સુધાર કાનૂનના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ટોળાંઓ સાથે આ કાનૂનનું સમર્થન કરી રહેલા લોકોની અથડામણ થઈ હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે છે તે દરમિયાન હિંસા ઉકસાવવાનું આ ષડ્યંત્ર અનેક દિવસોથી પ્લાન કરાતું હતું એવું માનવામાં આવે છે.સોમવારે દિલ્હીમાં થયેલાં પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કર્યું અને લોકો કાયદાને કોરાણે મૂકી પથ્થરમારો કરવા લાગ્યા હતા. આ અથડામણોમાં ચારેક જેટલા નાગરિકોના મૃત્યુ થયાં છે તો અનેક પુલીસકર્મીઓ જખ્મી પણ થયા છે. હેડ કોન્સ્ટેબલ રતનલાલ માટે આ દેખાવો મોતનું કારણ બન્યા.

માથું ભારે હોવા છતાં ડ્યૂટી પર ગયા:

રતનલાલ મૂળે રાજસ્થાનના સીકરના રહેવાસી હતા. ૧૯૯૮માં તેઓ દિલ્હી પોલીસમાં જોડાયેલા. હાલ દિલ્હીમાં તેઓ ગોકુળપુરી સબ ડિવિઝનના સુપ્રીન્ટેન્ડેન્ટના હાથ નીચે ફરજ પર હતા. સોમવારે રતનલાલ શરદી હોવા છતાં ડ્યૂટી પર તૈનાત હતા.નાનકડાં ત્રણ બાળકોનું કોણ?:

ફરજ પર તૈનાત રતનલાલને ઉપદ્રવીઓ દ્વારા ફેંકવામાં આવેલા પથ્થર સીધો માથા પર લાગ્યો હતો. ગંભીરરૂપે ઈજા પામેલા રતનલાલ બચી શક્યા નહી. પથ્થર તેના માટે જીવલેણ નીવડ્યો. તેમના પત્ની પૂનમ જણાવે છે કે, આ ઘટનાની ખબર તેમણે ટી.વી. પરથી જાણી હતી. રતનલાલને બે દીકરીઓ અને એક દીકરો છે; ૧૨ વર્ષની દીકરી સિદ્ધિ, ૧૦ વર્ષની દીકરી કનક અને ૭ વર્ષનો દીકરો રામ.

આ દારૂણ ઘટનાથી પ્રતિત થાય છે કે દેશના નાગરિકો મૂળભૂત હકો માટે તો આકાશ-પાતાળ એક કરી નાખે છે પણ મૂળભૂત ફરજોનું પાલન કરવામાં ગોથાં મારે છે! દિલ્હીમાં થયેલી આ હિંસા પોલીસની નાકામીનું પણ પ્રતિક છે અને સરકારની નિષ્ફળતાનું પણ!

હાથમાં બંદૂક લઈને શેખી મારતો શાહરૂખ —

જાફરાબાદ સહિતના દિલ્હીના ઉત્તર-પૂર્વીય ઇલાકાઓમાં બે દિવસથી સ્થિતી તણાવયુક્ત છે. લાલ શર્ટ પહેરેલ એક શખ્સ હાથમાં રિવોલ્વર લઈને રસ્તાઓ પર સરાજાહેર રખડતો જોવા મળ્યો હતો, પોલીસ જવાન સામે શેખી મારતો નજરે ચડ્યો હતો. પાછળથી આ શખ્સનું નામ પણ જાણવા મળ્યું છે : શાહરૂખ.

વિરોધ પ્રદર્શનો કરવાનો દેશના નાગરિકોને સંપૂર્ણ અધિકાર છે પણ એ અહિંસક હોવા જોઈએ, બીજા નાગરિકોને અડચણરૂપ ના થાય તેવા હોવા જોઈએ અને કાયદાની મર્યાદામાં રહીને થતાં હોવા જોઈએ.

Author: કૌશલ બારડ – GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.