ઇન્જેક્શન જોઈને જોર જોરથી રડવા લાગ્યો પોલીસકર્મી, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ, જુઓ

ઘણા લોકો એવા છે જેમને ઇન્જેક્શનની બીક લાગતી હોય છે, ઘણીવાર તેઓ ઇન્જેક્શન જોઈને ડરવા લાગતા હોય છે અને જોર જોરથી રડવા પણ લાગતા હોય છે. ખાસ કરીને નાના બાળકોને ઇન્જેક્શનનો ખુબ જ ડર લાગે છે. પરંતુ ઘણીવાર મોટા લોકોને ઇન્જકેશનથી ડરતા જોઈને કોઈને પણ હસવું આવી જાય, સોશિયલ મીડિયામાં એવા ઘણા વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પોલીસકર્મી ઇન્જેક્શનથી ડરતા જોવા મળી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો એક પોલીસ ટ્રેનિંગ કેમ્પનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં એક હેડ કોન્સ્ટેબલ ડોક્ટરના હાથમાં સોય જોઈને ડરથી રડી રહ્યો છે, જાણે કે તે નાનું બાળક હોય. આ વીડિયો જોયા પછી તમે પણ પેટ પકડીને હસવા પર મજબૂર થઈ જશો. ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો ઉત્તર પ્રદેશના ઉન્નાવનો જણાવવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં એક પોલીસ અધિકારીની સૂચના પર હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં ટ્રેનિંગ માટે જવાનોના બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા, જ્યારે વારો આવ્યો ત્યારે એક પોલીસકર્મીએ ડોક્ટરના હાથમાં ઈન્જેક્શન જોયું તો તે ડરીને નાના બાળકની જેમ રડવા લાગ્યા. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક હેડ કોન્સ્ટેબલને બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનું હતું. પરંતુ આ પહેલા ડોક્ટરના હાથમાં ઈન્જેક્શન જોઈને ડરના કારણે હેડ કોન્સ્ટેબલનો પરસેવો છૂટી ગયો હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલે ડોક્ટરને ધીમેથી કરવા માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું, પરંતુ તરત જ ડૉક્ટરે સેમ્પલ લેવા માટે તેના હાથ તરફ સોય બતાવી કે તે નાના બાળકની જેમ રડવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “યુપી પોલીસનો દરોગા બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ આપી રહ્યો છે.”

Niraj Patel