ફ્લેટમાં પત્નીને છોડી બીજી મહિલા સાથે રંગરેલિયા મનાવતો હતો હેડ કોન્સ્ટેબલ, પત્નીએ રંગે હાથ પકડી કર્યુ એવું કે…

બીજી મહિલા સાથે રોમાન્સ કરી રહ્યો હતો હેડ કોન્સ્ટેબલ, પત્નીએ રેડ પાડી કરી ખૂબ પિટાઇ

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ઘણીવાર પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં અણબનાવના તો ઘણીવાર બંનેમાંથી કોઇના અવૈદ્ય સંબંધોના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક પતિ-પત્ની અને વોનો હાઇવોલ્ટેજ ડ્રામાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાનપુર નૌબસ્તા પોલિસ સ્ટેશનમાં તૈનાત એક પોલિસ કોન્સ્ટેબલને તેની પત્નીએ બીજી મહિલા સાથે રંગરેલિયા મનાવતો રંગેહાથ દબોચી લીધો હતો.

પત્નીએ બંનેને લખનઉના ફ્લેટમાં પકડ્યા હતા. તે બાદ કલાકો સુધી કોન્સ્ટેબલ તેની પત્ની અને બીજી મહિલા વચ્ચે તકરાર થતી રહી. આ પૂરા ડ્રામાનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. પત્નીએ પતિ વિરૂદ્ધ નૌબસ્તા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહીની માંગ કરી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે કોન્સ્ટેબલે ઉપ-નિરીક્ષકનું એક ફર્જી આઇડી કાર્ડ બનાવી રાખ્યુ હતુ. કોન્સ્ટેબલની ઓળખ રાજીવ યાદવ તરીકે થઇ છે.

કોન્સ્ટેબલની પત્નીનું નામ વિજયરાજે યાદવ છે. પત્નીએ કોન્સ્ટેબલ પતિને એક ફ્લેટમાં રંગેહાથ બીજી મહિલા સાથે રંગરેલિયા મનાવતો પકડ્યો હતો. જે બાદ પત્નીનો પિત્તો ગયો અને તે પતિની કુટાઇ કરવા લાગી.તે બાદ પતિ-પત્ની અને બીજી મહિલા વચ્ચે ઘણી બોલાચાલી થતી રહી. આ ઉપરાંત પત્નીએ કોન્સ્ટેબલ પતિ રાજીવ યાદવના એક ફર્જીવાડાનો પણ ખુલાસો કર્યો. કોન્સ્ટેબલના પદ પર તૈનાત રાજીવે ઉપ-નિરીક્ષકનું ફેક આઇ કાર્ડ બનાવી રાખ્યુ હતુ.

પત્નીનો આરોપ છે કે ઉપ-નિરીક્ષકના ફર્જી આઇ કાર્ડથી રાજીવ યાદવ એક વર્ષથી ઉગાહી કરી રહ્યો છે. પત્નીએ પતિને રંગેહાથ પકડી કાર્યવાહીની માંગ કરી અને એવું પણ કહ્યુ કે ઘણા દિવસો વીતી ગયા બાદ પણ કાર્યવાહી થઇ ન તો તે ડીસીપીના સાઉથ ઓફિસ પહોંચી ગઇ. આ પૂરા મામલે એડિશનલ ડીસીપી સાઉથ મનીષ સોનકરનું કહેવુ છે કે, કોન્સ્ટેબલની પત્નીએ પરણિત હોવા છત્તાં બીજા લગ્ન કરવાના સંબંધમાં ફરિયાદ કરી હતી, જેની તપાસ ACP ગોવિંદનગરને સોંપવામાં આવી છે.

Shah Jina