ખબર

પર પુરુષ સાથે સંબંધ રાખવાના શકમાં મહિલા પત્નીની ગોળીમારી કરી હત્યા, આરોપી પતિ ફરાર

દેશભરમાં લોકડાઉન છે અને આ સમયમાં લોકો પોતાના ઘરમાં જ કેદ છે, ઘરમાં રહીને ઘણા પરિવારોમાં આંતરિક સંબંધોમાં પણ થોડો કલેશ જોવા મળે છે ત્યારે દિલ્હીમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પતિએ પોતાની કોન્સ્ટેબલ પત્નીની ગોળીમારીને હત્યા કરી છે.

Image Source

દિલ્હીના લોધી રોડ પોલીસ સ્ટેશન પાસે જ સવારમાં ગાડીમાં એક મહિલાની લાશ મળી આવી હતી જેની હત્યા કરવામાં આવી હતી, તે વ્યક્તિની ઓળખાણ કરતા તેનું નામ રેણુ જણવા મળી આવ્યું હતી અને તે આઉટર દિલ્હીમાં એક પોલીસકર્મીના રૂપમાં ફરજ બજાવી રહી હતી.

પોલીસને પ્રાથમિક તપાસમાં લાગ્યું કે રેણુની હત્યા તેના પતિ દ્વારા કરવામાં આવી છે. જે પોતે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ફરજ બજાવી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે આજે સવારે સ્ટેશનની થોડા દૂર જ એક વળાંક ઉપર રેણુની લાશ રીટઝ કારની અંદર મળી આવી હતી.

Image Source

તપાસમાં એમ પણ માલુમ પડ્યું છે કે સ્પેશલ સેલમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ મનોજે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ વર્ષ 2010માં રેણુ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ એ બંને વચ્ચે પણ આંતરિક ક્લેશ ચાલી રહ્યો હતો. આરોપ છે કે મંગળવારે સવારે મનોજે પોતાના મિત્રની રીટઝ ગાડીમાં રેણુને બેસાડી અને પછી પોતાની સર્વિસ રિવોલ્વરથી તેની ગોળી મારીને હત્યા કરી નાખી, અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે હત્યાનો કેસ દાખલ કરીને મનોજની તપાસ હાથ ધરી છે.

Author: GujjuRocks Team