ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલાઓ સામે આવે છે. આવા મામલાઓ સામે આવ્યા બાદ પોલિસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે અને આરોપીને ઝડપી તેને જેલમાં ધકેલાય છે. જે બાદ કેસ કોર્ટમાં ચાલે છે અને પછી કોર્ટ તે આરોપીને કેટલી સજા આપવી તે નક્કી કરે છે. ત્યારે હાલમાં ઓડિશા હાઇકોર્ટે એક દુષ્કર્મ કેસ મામલે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યુ કે, લગ્નનો વાયદો કરી સહમતિથી શરીર સંબંધ બાંધવો એ દુષ્કર્મની શ્રેણીમાં નથી આવતુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
કોર્ટે આગળ કહ્યુ કે, જો કોઇ મહિલા સહમતિ સાથે યૌન સંબંધ બાંધે છે તો આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ સંબંધી અપરાધિક કાનૂનનો ઉપયોગ ન કરી શકાય. જસ્ટિસ સંજીબ પાણિગ્રહીની અધ્યક્ષતાવાળી પીઠ અનુસાર, લગ્નના ખોટા વાયદાને દુષ્કર્મ માનવું ખોટુ પ્રતીત થાય છે. એટલા માટે કારણ કે IPCની ધારા 375 અંતર્ગત સંહિતાબદ્ધ દુષ્કર્મની સામગ્રી કવર નથી કરતી. હાઇકોર્ટે દુષ્કર્મના એક મામલાની જમાનત પર સુનાવણી દરમિયાન આ મોટો નિર્ણય સંભળાવ્યો હતો.
જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યુ કે, પોલિસ રેકોર્ડથી ખબર પડે છે કે પુરુષ અને મહિલા એકબીજાને ઓળખતા હતા અને મેડિલક રીપોર્ટથી એ ખબર પડે છે કે કોઇ જબરદસ્તી યૌન સંબંધ નથી બંધાયો. કોર્ટે નીચલી અદાલતના આરોપીને સશર્ત જમાનત આપવાનો પણ આદેશ આપ્યો છે. શર્ત અંતર્ગત અદાલતે નિર્દિષ્ટ કર્યુ છે કે જમાનત અંતર્ગત અભિયુક્ત તપાસ પ્રક્રિયામાં સહયોગ કરશે અને પીડિતાને ધમકી નહિ આપે.
આરોપ છે કે લગ્નનો ઝાંસો આપી એક યુવકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પછી આરોપી કેટલાક દિવસ બાદ ફરાર થઇ ગયો હતો. પીડિતાની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી અદાલતે આરોપીની જમાનત અરજી ખારીજ કરી હતી અને તે બાદ આરોપીએ હાઇકોર્ટનો રસ્તો અપનાવ્યો હતો. કોર્ટે કહ્યુ કે, આઇપીસી ધારા 375 અંતર્ગત બરાત્કાર ત્યારે માનવામાં આવી શકે જ્યારે સંબંધ મહિલાની મરજી વિરૂદ્ધ બાંધવામાં આવ્યા હોય.