કોર્ટ મેરેજમાં મમ્મી- પપ્પાની જરૂર સહી લેવામાં આવે, દીકરી ગમે એટલી ભણેલી હોય એક સામાન્ય ભૂલને કારણે જિંદગી વેર વિખેર થઈ જાય છે

જયારે છોકરા છોકરી કોર્ટમાં લગ્ન કરે તો નોંધણી વખતે માં-બાપની સંમતિ ફરજીયાત લેવામાં આવે- જાણો વિગત

ગુજરાતમાં લવજેહાદ કાયદો લાવવા માટે ધારાસભ્ય અને સાંસદ માંગ કરી રહ્યા છે ત્યારે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કોર્ટ મેરેજમાં માતા-પતાની સંમત્તિનો કાયદો લાવવાની માંગ કરી છે. ચંદનજી ઠાકોરે માતા-પિતાની મંજૂરી વિના થતા કોર્ટ મેરેજ અટકાવવાની માંગ કરી હતી. તેમણે આ મામલે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો હતો.

ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું હતુ કે સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે છોકરા-છોકરીઓ દ્વારા માતા-પિતાની સંમિત વગર કોર્ટ મેરેજ કરી લેવામાં આવે છે. છોકરો હોય કે છોકરી બન્ને પુખ્ત વયના હોય કે ન હોય તે એકબીજાની સંમતિથી લગ્ન ગ્રંથીથી જોડાય છે. ત્યારે આ બાબતે તેઓના માતા-પિતાે જાણ હોતી નથી અને તેમને જાણ થાય છે ત્યારે વિવાદ સર્જાય છે. ઘણીવાર આવા કિસ્સામાં હત્યાના બનાવો પણ બનતા હોય છે. જેના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે

ઘણા કિસ્સામાં છોકરાના પરિવારને ગામ બહાર જતું રહેવું પડતુ હોય છે. તો છોકરી ગમે એટલી ભણેલી હોય, હોશિયાર હોય પણ તેની સામાન્ય ભૂલના કારણે તેનુ જીવન વેર વિખેર થઈ જાય છે. સમાજ-સમાજમાં કે અન્ય સમાજમાં મોટા ઝઘડા ઉભા થાય છે. ચંદનજી ઠાકોરે લખ્યુ કે, માનનીય મુખ્યમંત્રીને હું દીકરીના બાપ તરીકે વિનંતિ કરું છું કે જ્યારે છોકરી છોકરો પુખ્તવયના થાય અને તેમના લગ્નની નોંધણી જે તે જવાબદાર અધિકારી સમક્ષ કરવામાં આવે ત્યારે તે અધિકારી તાત્કાલિક તેમના માતા-પિતાને જાણ કરે અને જે ગુપ્ત લગ્ન નોંધણી થાય છે તે તાત્કાલિક રદ કરે. જણાવી દઇએ કે, આ બાબત 9 મહિના પહેલાની છે. MLA ચંદનજીએ વર્ષ 2020માં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો.

તેમણે આગળ પત્રમાં લખ્યુ કે, જો કોઈ છોકરા કે છોકરી કોર્ટ મેરેજ કરે કે લગ્નની નોંધણી કરાવે તો પોતાના માતા-પિતાની સંમતિ ફરજિયાત લેવામાં આવે. કારણ કે છોકરીને જન્મ આપવાથી લઇને 18 વર્ષની ઉંમર સુધી તેઓ તેનું પાલન પોષણ કરે છે, તેને ભણાવે છે અને તે જ દીકરીને પુખ્તવયની થઇ જાય એટલે માતા-પિતાની રાહ જોયા વગર તેના ગમતા છોકરા સાથે કોર્ટ મેરેજ કરી લે છે. ત્યારે માતા-પિતા તો દીકરીના પુખ્તવય થવાની રાહ જોઇ રહ્યા હોય છે. તેઓ વિચારે કે દીકરીના લગ્ન સમાજમાં કરવા પડશે અને પોતાની દીકરીના વિવાહ કઈ રીતે કરવા તે માટે રાત દિવસ મહેનત કરે છે. ત્યારે આવી દીકરીઓ કોર્ટ મેરેજ કરી માતા-બાપની વેદનાને ઠેસ પહોંચાડે છે. આપ સાહેબને વિનંતિ કરું છું કે, લગ્ન નોંધણી કરતી વખતે મા-બાપની સંમતિમાં સહી લેવામાં આવે

મિત્રો તમારું શું માનવું છે?

Shah Jina