PUBGના ચક્કરમાં મહિલા નેતાના એકના એક દીકરાએ કરી આત્મહત્યા ! કારણ છે ખુબ જ વિચિત્ર

PUBG રમતા નેતાના લાડલા દીકરાએ કરી આત્મહત્યા, કારણ છે ખુબ જ વિચિત્ર

છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ ગેમ્સે યુવાનોને પોતાની પકડમાં જકડી લીધા છે. એટલું જ નહીં અનેક યુવકોના જીવ પણ મોબાઇલ ગેમને કારણે છીનવાઈ ગયા છે. ત્યારે દેશમાં બેન થયેલી ગેમ PUBGને કારણે તો ઘણા યુવાઓનું જીવન બરબાદ થઇ ગયુ છે. ઘણા લોકો આ વ્યસનના એટલા આદી થઈ જાય છે કે તેઓ હત્યા અને આત્મહત્યા જેવા ખતરનાક પગલાં ભરે છે. તાજેતરમાં લખનઉમાં 16 વર્ષના સગીર પુત્રએ તેની માતાને 6 ગોળીઓ મારીને હત્યા કરી હતી. આ કેસ તો હાલ દેશભરમાં ચર્ચામાં છે ત્યાં હવે મોબાઇલ ગેમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના મહિલા નેતાના પુત્રએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

મૃતક : પ્રથમ ગુર્જર

આ કિસ્સો રાજસ્થાનના ઉદયપુરમાંથી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, યુવક તેના પરિવારના સભ્યો સાથે વાત કર્યા પછી રાત્રે સારી રીતે સૂઈ ગયો હતો, પરંતુ જ્યારે તેણે સવારે દરવાજો ખોલ્યો નહિ તો પરિવારજનોને શંકા જતાં દરવાજો તોડ્યો હતો. જે બાદ ત્યાં જે દ્રશ્ય જોવા મળ્યુ તે જોઇને બધાના હોશ ઉડી ગયા હતા. મૃતકનું નામ પ્રથમ ગુર્જર છે જે કોંગ્રેસ નેતા કામિની ગુર્જરનો પુત્ર છે. પોલિસે હાલ તો લાશનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે. એવું માનવામાં આવે છે કે ગેમની ચેલેન્જ પૂરી ન કરવાને કારણે પ્રથમે આ પગલું ભર્યું છે. પોલીસે મોબાઈલ જોયો તો તે લોક હતો, સ્ક્રીન પર ગેમનું પિક્ચર વોલ પેપર હતું.

કોંગ્રેસ નેતા : કામિની ગુર્જર

પોલીસનું કહેવું છે કે ફોનનું લોક ખુલ્યા બાદ જ બાકીની માહિતી જાણી શકાશે. પોલીસ પૂછપરછમાં મૃતકના પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર રાત્રે જમ્યા બાદ તેના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો. અચાનક ઊંઘમાંથી જાગ્યા બાદ દાદીએ તેને બાથરૂમની તરફ જતા જોયો. તે બાદ સવારે 8 વાગ્યા આસપાસ જ્યારે મૃતકના પિતાએ તેના રૂમની બારીમાંથી ડોકાચિયુ કર્યુ તો તે ફાંસીના ફંદાથી લટકેલી હાલતમાં દેખાયો હતો. આ જોતા જ તેમના તો હોંશ ઉડી ગયા હતા. પૂરા પરિવારને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તે હડકંપ મચી ગયો. ઉતાવળમાં પરિવાર તેને ડૉક્ટર પાસે લઈ ગયો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પરિવારે આ ઘટના પાછળ કોઈ શંકા વ્યક્ત કરી નથી. તેથી ગેમની એંગલની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. કારણ કે પ્રથમનો મૃતદેહ ગેટ પરના હેન્ગરથી દોરડાની મદદથી લટકતો હતો. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે. એસઆઈ લક્ષ્મણ સિંહ અનુસાર, પરિવારની પૂછપરછ પર તેમણે કહ્યું કે યુવકને કોઈ પ્રકારની સમસ્યા નથી અને તે ક્યારેય તણાવમાં જોવા મળ્યો નથી. તે મોબાઈલમાં ગેમ્સ રમતો હતો. યુવક કદાચ પબજી ગેમ રમતો હોવાની હાલ શંકા સેવાઇ રહી છે. એસઆઈએ જણાવ્યું કે પ્રાથમિક રીતે આત્મહત્યા પાછળનું કારણ ગેમમાં કોઇ ટાસ્ક કે ચેલેન્જ ન પૂરુ કરી શક્યાનું સામે આવ્યું છે. તેનો મોબાઈલ લોક છે જેને અનલોક કરી ચેક કરવામાં આવી રહ્યો છે.

Shah Jina