નેતાની 25 વર્ષની દીકરીનું થયું ભયાનક રોડ એક્સીડંટ, મળ્યું દર્દનાક મૃત્યુ… કારની હાલત જોઈને ચોંકી ઉઠશો

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં કોંગ્રેસ નેતાની પુત્રીનું મોત થયું છે. અકસ્માત દરમિયાન કારમાં હાજર 2 લોકો સુરક્ષિત છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શમશાબાદ રંગા રેડ્ડી જિલ્લાના રાજેન્દ્રનગર સંભાગનું એક મંડલ છે. અહીં કોંગ્રેસ નેતા ફિરોઝ ખાનની 25 વર્ષિય પુત્રી તાનિયા કાકડે શમશાબાદ એરપોર્ટ રોડ પર I-20 કારમાં જઈ રહી હતી. આ અકસ્માત દરમિયાન તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી.

કારમાં વધુ બે લોકો હાજર હતા, જેઓ ખતરાની બહાર હોવાનું કહેવાય છે. શમશાબાદના એસીપીના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે લગભગ 12:05 વાગ્યે એક I-20 કાર શમશાબાદ રોડ પર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ. અકસ્માતમાં તાનિયા કાકડે નામની યુવતી જે કોંગ્રેસ નેતાની દીકરી છે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, તેને તાત્કાલિક ઉસ્માનિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડ્રાઈવરની ઓળખ અલી મિર્ઝા તરીકે થઈ છે. અકસ્માત સમયે કારમાં દિયા નામની યુવતી પણ હાજર હતી. બંનેને સામાન્ય ઈજાઓ થઈ છે, તેઓની સારવાર ચાલી રહી છે. હાલ તો પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. આ તાનિયા કાકડે બોલિવુડ અભિનેત્રી દિયા મિર્ઝાની ભાણી છે. દિયા મિર્ઝા તાનિયાની ઘણી નજીક હતી અને તેણે તાનિયાની મોત બાદ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ શેર કરી હતી.

આ પોસ્ટમાં તેણે ઘણુ દુખ વ્યક્ત કર્યુ હતુ. પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યુ- મારી ભાણી, મારી બેબી ગર્લ, મારી પ્રિય. તેણે આ દુનિયા છોડી દીધી. જ્યાં પણ તમે હોવ ત્યાં તમને શાંતિ અને પ્રેમ મળે. તમે હંમેશા અમારા હૃદયને ખુશ કર્યા છે. ઓમ શાંતિ.

Shah Jina