આ વીડિયોને જોઈને તમારું દિમાગ પણ ચકરાવે ચઢી જશે, વારંવાર જોવા છતાં પણ માથું ખંજવાળતા રહી જશો, જુઓ

સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ વિષયોને લઈને રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, ઘણા વીડિયો એવા હોય છે જે આપણને પેટ પકડીને હસાવતા હોય છે, તો ઘણા વીડિયોની અંદર કેટલીક હેરાન કરી દેનારી ઘટનાઓ પણ વાયરલ થતી હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો જોઈને તમારું દિમાગ પણ ચોક્કસ ચકરાવે ચઢી જવાનું છે અને તમારું દિમાગ પણ કામ કરતું બંધ થઇ જશે.

તેનું કારણ એ છે કે વીડિયો જોયા પછી તમે સમજી શકશો નહીં કે તેમાં શું ચાલી રહ્યું છે. આ વીડિયો જોયા પછી લોકો ચોંકી ગયા છે અને અને તેમના મોઢામાંથી એક જ વાત નીકળી રહી છે અને તે છે કે આવું કેવી રીતે થઈ શકે ? વીડિયોની શરૂઆતમાં કોઈના હાથમાં જાંબલી રંગનું ફૂલ જોઈ શકાય છે. આ વ્યક્તિ ફૂલને નીચે ફેંકી દે છે અને પછી ફૂલ પર હાથ મૂકતા જ ફૂલ જમીન પરથી અદૃશ્ય થઈ જાય છે જાણે રંગોળી હોય. ત્યારે અચાનક વ્યક્તિના હાથની એક આંગળી ઝાડના થડમાં ફેરવાઈ જાય છે.

આ પછી, ઝાડના થડની વચ્ચેથી એક બોલ બહાર આવે છે, જેને એક હાથથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. આ બધું જોઈને તમારું માથું પણ ચકરાવે ચઢી જશે. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યુ છે કે, અચાનક આકાશમાંથી એક ટાઇલ્સ બહાર આવે છે જે ફેંકવામાં આવે છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે મારા મગજે મગજમારી કરવાનું બંધ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by ARTWORK DAILY🎨 (@doesartwork)

આ વીડિયો ઘણા લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયોને જોઈ રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચુક્યા છે, અને આ વીડિયો ઉપર લોકો અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે. કોઈ તેને વિચિત્ર કહી રહ્યું છે તો કોઈ તેને માથાનો દુઃખાવો પણ કહી રહ્યું છે.

Niraj Patel