અમદાવાદમાં PGની અંદર રહેતી યુવતીઓના ટૂંકા કપડાં પહેરવાને લઈને સોસાયટીની મહિલાઓ સાથે થઇ જબરદસ્ત માથાકૂટ, વીડિયો થયો વાયરલ

અમદાવાદના ગર્લ્સ PG ની છોકરીઓની બબાલ પોલીસ સ્ટેશન પહોંચી, સ્થાનિકોએ સોસાયટી બહાર બોર્ડ લગાવ્યા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Conflict between girls and locals living in PG :આજકાલ જમાનો ફેશનનો છે અને ઘણી મહિલાઓ અને યુવતીઓને તમે ટૂંકા કપડાં પહેરેલા તમારી આસપાસ જોતા હશો, ત્યારે સોશિયલ મીડિયામાં પણ કેટલીક યુવતી એકદમ ટૂંકા કપડાં પહેરીને વીડિયો પણ બનાવતી હોય છે. મુંબઈ, દિલ્હી જેવા મહાનગરોમાં તો આવું મોટાભાગે જોવા મળતું જ હોય છે. પરંતુ હવે ગુજરાતમાં પણ આવી બાબતોની કોઈ નવાઈ નથી રહી. ત્યારે હાલ અમદાવાદમાંથી એક એવી ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

PGમાં રહેતી યુવતીઓના ટૂંકા કપડાં પહેરવાને લઈને વિવાદ :

વાયરલ થઇ રહેલો આ વીડિયો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શિવરંજની સોસાયટીનો છે. જ્યાં પીજીમાં રહેતી યુવતીઓના ટૂંકા કપડાં પહેરવાને લઈને સોસાયટીની મહિલાઓ સાથે તેમને માથાકૂટ થઇ ગઈ હતી. સોસાયટીની અંદર ચાલતા પીજીમાં યુવતીઓ રહે છે અને તે ટૂંકા કપડાં પહેરતી હોવાના લીધે સોસાયટીમાં રહેતી મહિલાઓ રોષે ભરાઈ હતી અને યુવતીઓ સાથે ઝઘડવા લાગી હતી, સોસાયટીની મહિલાઓ દ્વારા સોસાયટીમાં પીજી બંધ કરવાની પણ રજુઆત કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો :

આ બાબતે પીજીમાં રહેતી યુવતીઓનું કહેવું છે કે “હા અમે ટૂંકા કપડાં પહેરીએ છીએ, પરંતુ સોસાયટીમાં સોસાયટીના રહીશો માટેના નિયમો જુદા છે અને પીજીમાં રહેવાવાળા માટે પણ નિયમો જુદા છે.” ત્યારે આ મામલે સોસાયટીમાં રહેતી મહિલાઓનું કહેવું છે કે પીજીમાં રહેતી યુવતીઓ ટૂંકા કપડાં પહેરીને દુષણ ફેલાવે છે. આ મામલો ખુબ જ વણસ્યો હતો અને વાત છેક પોલીસ સ્ટેશન પણ પહોંચી હતી. જેના બાદ સેટેલાઇટ પોલીસ દ્વારા બંને પક્ષોની અરજી લઈને તપાસ હાથ ધરી છે.

મહિલાઓએ યુવતીને માર્યો માર :

આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેની અંદર સોસાયટીની મહિલાઓ અને પીજીમાં રહેતી યુવતીઓ માથાકૂટ કરતી જોઈ શકાય છે. સોસાયટીમાં રહેતી મહિલાએ પીજીમાં રહેતી ગીતીકા નામની એક યુવતીને માર પણ માર્યો હોવાનું અને કાયદો હાથમાં લેવાનું આ મામલે સામે આવ્યું રહ્યું છે. જેના બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.  ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે શું પગલાં લેવામાં આવે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel