ખબર

BREAKING: દેશમાં વેક્સિનથી પહેલી મોતની પુષ્ટિ : આ ઉંમરના વ્યક્તિને રસી લાગ્યા બાદ થઇ એલર્જી અને મોત, 8 માર્ચે લગાવ્યો હતો ટીકો

ભારતમાં કોરોના વેક્સિનને કારણે એક 68 વર્ષના વૃદ્ધના મોતની પુષ્ટિ થઇ છે. સરકાર તરફથી ગઠિત પેનલે આની પુષ્ટિ કરી છે. ઇંડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, 68 વર્ષના વૃદ્ધને 8 માર્ચે વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો, જે બાદ તેમનામાં એનાફિલૈક્સિસ જેવી સાઇડ ઇફેક્ટ જોવા મળી હતી. તે બાદ તેમની મોત થઇ ગઇ, આ એક રીતનુ એલર્જિક રિએક્શન હોય છે. તેનાથી શરીરમાં ઝડપથી દાણા દાણા જેવુ ઉભરી આવે છે.

રિપોર્ટ અનુસાર, AEFT કમિટીના ચેરમેન ડો.એનકે અરોરાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલ રીપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, વધુ બે લોકોને વેક્સિન લાગ્યા બાદ એનાફિલૈક્સિસની સમસ્યા સામે આવી. તેમની ઉંમર 20 આસપાસ હતી. જોકે, બંને હોસ્પિટલમાં સારવાર બાદ પૂરી રીતે રિકવર થઇ ગયા હતા. તેમને 16 અને 19 જાન્યુઆરીએ વેક્સિન લગાવવામાં આવી હતી.

વેક્સિન લાગ્યા બાદ કોઇ ગંભીર બીમારી કે મોત થયાને વૈજ્ઞાનિક ભાષામાં એકવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશન AEFT કહેવામાં આવે છે. AEFT માટે કેન્દ્ર સરકારે એક કમિટી ગઠિત કરી છે. આ કમિટી વેક્સિન લાગ્યા બાદ થયેલ 31 મોતોની અસેસમેંટ કર્યા બાદ પહેલી મોતને કન્ફર્મ કરી છે.

તમને જણાવી દઇએ કે, એનાફિલૈક્સિસ એક ઘાતક એલર્જી હોય છે, જેની તરત સારવાર કરાવવી જરૂરી હોય છે. આ વસ્તુ ખૂબ જ ઝડપથી ફેલાય છે. તે પૂરા શરીરમાં ખરાબ રીતે પ્રભાવિત થાય છે.

એનાફિલૈક્સિસ લક્ષણ :- સ્કિન પર રૈશેજ થઇ જવા, ખંજવાળ આવવી, સોજા આવવા, ઉધરસ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ, પેટમાં અજીબ ઓડકાર અને ઉલ્ટી આવવી, શ્વાસ લેતી વખતે કોઇ અવાજ આવવો, ડાયેરિયા, જીભ પર સોજો આવવો, શરીર પીળુ પડી જવુ, પલ્સ રેટ ઘટવા, ચક્કર અને માથાના દુખાવાની સમસ્યા વગેરે…