માણસ નોકરીની તલાશમાં એક દેશથી બીજા દેશ જાય છે. ભારતના ગરીબ વર્ગના લોકો પણ કોઈને કોઈ રીતે જુગાડ કરીને કેનેડા કે દુબઈ નોકરી કરવા માટે ચાલ્યા જાય છે. આપણને હંમેશા એવું જ લાગ્યા કરતુ હોય છે કે જે લોકો બીજા દેશમાં જઈને નોકરી કરી રહ્યાં છે તેમનું જીવન સ્વર્ગ જેવું હશે અને તેઓ નસીબદાર હશે કે જેમને બીજા દેશમાં જઈને નોકરી કરવાની તક મળે છે. કદાચ તમને પણ મનમાં એવું જ થતું હશે કે બહાર જઈને કામ કરવાની તક મળે.

પણ આજે તમને જણાવી દઈએ કે જેવું આપણે વિચારીએ છીએ એવું હંમેશા થતું નથી. ભારતમાં સોનપુરનો અર્થ થાય છે સીટી ઓફ ગોલ્ડ, પણ દુબઈમાં આવેલા સોનપુરમાં એવું કઈ જ નથી.

દુબઈના સોનાપુરમાં 1,50,000 વર્કરો રહે છે, જેમાં મોટા ભાગે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનના છે.

ઇરાનના ફોટોગ્રાફર બેરહમેને પોતાની તસ્વીરો દ્વારા દુબઈમાં રહીને કામ કરી રહેલા અને પોતાનું ગુજરાન કરી રહેલા મજૂરોનું મુશ્કેલ જીવન લોકોને દર્શાવ્યું છે.

તેમને ક્લિક કરીલી તસ્વીરો જોઈને તમે ચોક્કસથી જ પોતાનો દેશ છોડીને જવાની વાત ક્યારેય નહિ કરો.

આજના સમયમાં અહીં રહેતા મજૂરોની હાલત એવી થઇ ગઈ છે કે તેમને ભારત સરકાર પાસેથી મદદ માંગવા પર મજબૂર થવું પડ્યું છે. તેમની વર્ક પરમિટ એક્સપાયર થઇ ચુકી છે અને ખર્ચ કરવાના પૈસા પણ ખતમ થઇ ચુક્યા છે.

દુબઈના આ વિસ્તારમાં મોટા ભાગે ભારતીય અને સાઉથ એશિયન મજૂરો રહે છે, તેને સોનપુર કહે છે. અહીં રહેતા આ મજૂરો ખૂબ જ ઓછી મજૂરીમાં કલાકો સુધી કામ કરે છે. તેમની હાલત ઘણી દયનિય થઇ જાય છે.

સોનપુરના કેમ્પમાં એક જ જગ્યા પર બધા જ પોતાનું ખાવાનું બનાવે છે. એ માટે લગાવવામાં આવેલી ગેસ પાઈપલાઈન ખતરનાક છે, નાની ભૂલથી પણ મોટી ઘટના થઇ જાય છે.

આમાંથી ઘણા મજૂરોના પાસપોર્ટ તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યા છે. આ મજૂરોને ગંદકી વચ્ચે રહેવાની ફરજ પડે છે.

અહીંના ભારતીય મજૂરોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની છે. કેટલાક લોકો તો વિકેન્ડ પર વધારાની આવક માટે ખાવાનું બનાવીને વેચે છે.

આ લોકોએ નાની જગ્યામાં પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે. સખત ગરમીમાં તેમને 14 કલાક કામ કરવું પડે છે. ઘણીવાર તો પારો 50 ડિગ્રીથી પણ વધી જાય છે તેમ છતાં તેમને કામ કરવું પડે છે.

સામાન્ય રીતે અહીં આવતા વિદેશી પ્રવાસીઓને આટલા તાપમાનમાં 5 મિનિટથી વધુ બહાર ન રહેવાની સલાહ આપવામાં આવે છે. પણ આ મજૂરો પણ ધ્યાન પણ નથી આપવામાં આવતું.

આટલી મહેનત કર્યા પછી પણ તેમને ખૂબ જ ઓછો પગાર મળે છે, જેમાંથી મોટાભાગના રૂપિયા તો તેઓ પોતાના ઘરે જ મોકલી આપે છે અને બચેલા રૂપિયામાંથી તેઓ અહીં ઘરનું ભાડું ભારે છે અને ખાવા-પીવા સહીત ગુજરાન ચલાવે છે.

સોનપુરમાં લાગતા માર્કેટમાંથી તેમને સસ્તા શાકભાજી મળી જાય છે નહિ તો દુબઈના બાકીના ભાગોમાં મળતા શાકભાજીના ભાવ તો તેમના પગાર કરતા પણ વધારે હોય છે.

બહારથી ચમક-દમકવાળા આ જીવનની લાલચમાં બધા આવી જાય છે અને અહીં પહોંચ્યા પછી અને અહીંની હકીકત જાણ્યા પછી બધા જ માત્ર અફસોસ કરે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.