મનોરંજન

અમુક ખાસ નિયમો કે શરતોની સાથે ફિલ્મ સાઈન કરે છે આ 8 બૉલીવુડ સ્ટાર્સ

બૉલીવુડ કિરદારો કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા ઘણી બાબતો પર ધ્યાન આપતા હોય છે. આ સિવાય તેઓની ફિલ્મ સાઈન કરતા પહેલા ઘણી શરતો પણ હોય છે. આ શરતની સાથે જ તેઓ ફિલ્મ સાઈન કરવા માટે તૈયાર થાય છે. એવામાં આજે અમે તમને બોલીવુડના અમુક કિરદારો વિશે જણાવીશું કે તેઓએ ફિલ્મ સાઈન કરતા પહેલા કેવી કેવી  શરતો રાખી હતી.

1. સાલમાન ખાન:

Image Source

સલમાન ખાન દરેક ફિલ્મ મેકર્સને સ્પષ્ટ કહી ચુક્યા છે કે તે સ્ક્રીન પર કોઈ મોહક કે લિપ સીન નહિ કરે. સલમાન ખાન નથી ઇચ્છતા કે તેની માં ફિલ્મ જોતી વખતે અસહજતાનો અનુભવ કરે.

2. અલી જફર:

Image Source

અલી જફર ફિલ્મોમાં કિસિંગ કે ઇન્ટીમેન્ટ સીન કરવા નથી માગતા. તેનું માનવું છે કે તે આવા પ્રકારના સીન્સ કરીને દેશના લોકો પર પોતાની ખોટી છાપ છોડવા નથી માગતા.

3. પ્રિયંકા ચોપરા:

Image Source

બૉલીવુડ ફિલ્મોથી હોલીવુડ ફિલ્મો તરફ પોતાનું નામ બનાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમેરિકન ટીવી શો Quantico અને Baywatch સાઈન કરતા પહેલા સ્પષ્ટ કહી દીધું હતું કે તે સ્ક્રીન પર કોઈપણ પ્રકારના આપત્તીજનક સીન્સ નહીં કરે.

4. સની લિઓની:

Image Source

જીસ્મ-2 અને વન નાઈટ સ્ટેન્ડ ફિલ્મ પછી સની લિયોનીએ ફિલ્મોમાં ‘No-Kissing’ વાળી શરત રાખી દીધી હતી.

5. કરીના કપૂર ખાન:

Image Source

કરીના અને સૈફ અલી ખાન વર્ષ 2013 માં લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્ન પછી કરીનાનું કહેવું હતું કે તે કોઈપણ પ્રકારના લિપ સીન કે બેડરૂમ સીન નહિ કરે. જો કે તેના પછી તે અજય દેવગનની સાથે ફિલ્મ સત્યાગ્રહમાં લિપ સીન કરતી જોવા મળી હતી.

6. શાહરુખ ખાન:

Image Source

જણાવી દઈએ કે બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનને ઘોડાઓથી ખુબ બીક લાગે છે, માટે તે તેની એકપણ ફિલ્મમાં ઘોડા સાથેનું શૂટિંગ કે હોર્સ રાઇડિંગ નથી કરતા.

7. તનુજ વિરવાની:

Image Source

તનુજ વિરવાનીને સાંપોથી ખુબ બીક લાગે છે. માટે તે કોઈપણ ફિલ્મ માટે ‘No-Snakes’ કહી ચુક્યા છે.

8. અક્ષય કુમાર:

Image Source

ખિલાડી અક્ષય કુમારની શરત એ છે કે તે કોઈપણ ફિલ્મ માટે રવિવારે શૂટિંગ નહીં કરે. પણ તે પોતાનો આ નિયમ વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ-2 અને બ્રધર્સ ની શૂટિંગ દરમિયાન તોડી ચુક્યા છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.