ખબર

BREAKING: નાગપુર પછી હજુ એક જગ્યાએ લાગશે લોકડાઉન, જાણો વિગત

કોરોના વાયરસનો વધતો કહેર ચિંતાજનક સ્થિતિ પેદા કરી રહ્યો છે. ઘણા રાજયો અને શહેરોમા અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ તો કડક લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યુ છે.

કોરોના વાયરસનો વધતો કહેર મહારાષ્ટ્ર માટે વધુ ચિંતાજનક છે. કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જિલ્લામાં કોરોના વાયરસના વધતા મામલાઓને કારણે પ્રશાસને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના બીડ અને નાંદેડમાં સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યું છે. આ લોકડાઉન 26 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન શહેરમાં મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. સાથે જ કોલેજ અને સ્કુલ પણ નહિ ખોલવામાં આવશે. આ સિવાય તમામ પ્રાઈવેટ ઓફિસ પણ બંધ રાખવા અને વર્ક ફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પહેલેથી જ કોરોનાના મામલાને કારણે લોકડાઉન અને નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે, હવે આ શહેરોની યાદીમાં બીડનું પણ નામ જોડાઈ ગયું છે. બીડમાં છેલ્લા ઘણા દિવસથી અચાનક કોરોનાના કેસોમાં વધારો થયો છે. અને જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ હજારને પાર થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં મંગળવારે 28699 નવા દર્દીઓ મળ્યા, 13165 સાજા થયા, જ્યારે 132નાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 25.33 લાખ લોકો આ મહામારીનો ભોગ બની ચૂક્યા છે, તેમાંથી 22.47 લાખ સાજા થયા છે, જ્યારે 53589નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 17 લાખ 33 હજાર 594 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, તેમાંથી 1 કરોડ 12 લાખ 3 હજાર 16 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 3.65 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.