અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોને કચડનાર તથ્ય પટેલના પિતાનો પણ ગુનાહિત ઇતિહાસ, 2020માં એક યુવતી રેપ કર્યા નો આરોપ છે

જૈસા બાપ વૈસા બેટા! , 9 માસૂમોને કચડનારના પિતા પ્રજ્ઞેશ પટેલ વિશે પણ થયો મોટો ખુલાસો, 2020 માં છોકરી સાથે દુષ્કર્મ….જાણો અંદરની વિગતો

Ahmedabad : ગત મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. 150-160ની સ્પીડે આવી રહેલી કારમુખી જેગુઆર કારે અનેક લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માત સર્જનાર ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. જો કે, અકસ્માત બાદ પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તેણે પોલીસ સાથે દાદાગીરી કરી હોવાનું પણ સામે આવ્યુ છે, આ ઉપરાંત તે તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે. જણાવી દઈએ કે, પ્રજ્ઞેશ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે નવેમ્બર 2020માં રેપની ફરિયાદ નોંધાઈ હતી.

રાજકોટની યુવતિ પર આચર્યુ હતુ દુષ્કર્મ
તેણે રાજકોટની એક યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનું કહી અમદાવાદના પાંચ યુવકે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતુ અને આવી ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. આરોપીઓ યુવતીને આબુ લઇ ગયા હતા અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા. જ્યાં તેની કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી તેને બેભાન કરી હતી અને તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાનનો તેમણે વીડિયો પણ ઉતાર્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઇ હતી,

નોકરી અપાવવાનો વાયદો આપી બનાવી હવસનો શિકાર
ફરિયાદ મુજબ લોકડાઉનમાં નોકરીમાંથી હાથ ધોઈ બેઠેલી રાજકોટની એક 23 વર્ષીય યુવતી કે જે કામની શોધમાં હતી તેનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદના માલદેવ ભરવાડ સાથે થયો અને તેણે યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનો વાયદો આપ્યો. જે બાદ તેણે મિટિંગનું કહી યુવતિને અમદાવાદની રેડિસન બ્લુ હોટલમાં બોલાવી અને ત્યાં પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી પણ હતા. હોટલના રૂમમાં કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને પહેલા તો યુવતિને બેભાન કરવામાં આવી અને પછી આ ત્રણેયે વારાફરતી તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું.

દુષ્કર્મ આચરતા ફોટો-વીડિયો લઇ કરી બ્લેકમેઇલ
જો કે, આ દરમિયાન તેઓએ ફોટો-વીડિયો લઇ લીધા અને તે આધારે યુવતિને બ્લેકમેઇલ કરી. 5 નરાધમોએ યુવતીને બ્લેકમેઇલ કરીને તેના પર અમદાવાદ, આબુ, માંડવી, તેમજ ગાંધીધામ લઈ જઈ દુષ્કર્મ આચર્યું. જો કે, પીડિતાએ હિંમત બચાવી અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પીડિતાએ પ્રજ્ઞેશ પટેલ, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી. જે બાદ આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ અને ક્રાઈમ બ્રાન્ચે તમામને ઝડપી લીધા.

ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ રેપના આરોપીનો દીકરો
ત્યારે આ રેપ કેસના આરોપીઓમાંનો એક પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ કે જેણે અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે અકસ્માત સર્જ્યો અને 9 લોકેનો મોતને ઘાટ ઉતાર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, તથ્ય સિવાય અન્ય એક છોકરો અને એક છોકરી પણ જેગુઆરમાં હતા. પણ આ બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી. તથ્ય પટેલ જેગુઆર ચલાવી રહ્યો હતો, જે રેપ કેસનો આરોપી અને બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો છોકરો છે. જો કે, અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ તથ્ય પટેલને ભાગવા જતા રોક્યો હતો અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જો કે, તથ્યને અકસ્માત બાદ સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે સારવાર બાદ જલ્દી જ તથ્ય પટેલની ધરપકડ થઇ શકે છે તેવી માહિતી સામે આવી છે.

Shah Jina