મુશ્કેલીઓમાં ફસાઇ તાપસી પન્નુ, રિવીલિંગ ડ્રેસ સાથે માં લક્ષ્મીનું નેકપીસ પહેરવા પર દાખલ થયો કેસ

તાપસી પર થયો કેસ, મામલો છે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો, માં લક્ષ્મીજીનું લોકેટ પહેર્યુ અને…

છેલ્લા કેટલા સમયથી સતત વિવાદોમાં રહેનારી અભિનેત્રી તાપસી પન્નૂ એક નવી મુશ્કેલીમાં ફસાઇ ગઇ છે. તાપસી વિરૂદ્ધ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા મામલે પોલિસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મીડિયામાં આવી રહેલી ખબરો અનુસાર હાલમાં જ મુંબઇમાં લેક્મે ઇન્ડિયા ફેશન વીકમાં તાપસીના રેંપ વોકને લઇને હિંદુ રક્ષક સંગઠનના એક સભ્યએ આપત્તિ જતાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)

આ વ્યક્તિએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે ફેશન શો દરમિયાન તાપસીએ ખૂબ જ આપત્તજિનક ખુલ્લા કપડા પહેર્યા અને તેના પર તેણે પોતાના ગળાને સજાવવા માટે દેવી લક્ષ્મીની મૂર્તિવાળું લોકેટ પહેર્યુ હતુ. એકલવ્ય સિંહ નામના ફરિયાદકર્તાએ જણાવ્યુ કે તે ભાજપા વિધાયક માલિની ગૌરના દીકરા છે. ફરિયાદ સનાતમ ધર્મની છવિને ઠેસ પહોંચાવવાના આધાર પર દાખલ કરવામાં આવી છે.

ખબરો અનુસાર, એક અધિકારીએ જણાવ્યુ કે, અમને અભિનેત્રી તાપસી પન્નુ વિરુદ્ધ દેવી લક્ષ્મીવાળું લોકેટ પહેરીને ધાર્મિક લાગણીઓ અને સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ મળી હતી. આ મામલો મુંબઈમાં 12 માર્ચનો છે, જ્યારે તાપસી લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક દરમિયાન એક રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu. (@taapsee_is_luv)

જણાવી દઇએ કે, લેક્મે ઇન્ડિયા ફેશન વીક દરમિયાન તાપસી પન્નુએ ડિઝાઇનર મોનિષા જયસિંહ અને જ્વેલરી કંપની માટે બોલ્ડ અને રિવીલિંગ રેડ ગાઉનમાં રેમ્પ વોક કર્યું હતું. ગાઉનમાં ખૂબ જ ડીપ નેકલાઇન હતી અને અભિનેત્રીએ દેવી લક્ષ્મીની મૂર્તિને હાઇલાઇટ કરતો નેકપીસ પહેર્યો હતો. જો કે જ્યારે આ તસવીરો આવી ત્યારે ઘણા લોકોએ તાપસીને ઘણી ટ્રોલ કરી હતી, પણ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાશે અને મામલો કાયદેસર બની જશે તેની કોઈને કલ્પના પણ નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Access Bollywood (@access_bollywood_)

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાપસી હસીન દિલરૂબા 2નું શૂટિંગ કરી રહી છે. તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ડંકીમાં પણ જોવા મળશે. તાપસી પન્નુ છેલ્લે ફિલ્મ ‘બ્લર’માં જોવા મળી હતી. આ ફિલ્મ તેના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની હતી. આ પહેલી ફિલ્મ હતી જેમાં તાપસીએ પોતાના પૈસાનું રોકાણ કર્યું હતું. જો કે, ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો. તાપસીની ફિલ્મ ‘શાબાશ મિથુ’ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Celebs Pics (@instadudestuff)

Shah Jina