સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગવલ્લભ સ્વામીએ કર્યું કરોડોનું કૌભાંડ, ખુલાસો થયા બાદ મળતિયાઓ સાથે ફરાર થયા સ્વામી

બાપ રે…સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા સંતનું કરોડોનું ગફલું? 32.26 કરોડનું કૌભાંડ મામલે થયો મોટો ખુલાસો

Tyagvallabh Swami: સોખડાના ત્યાગવલ્લભ સ્વામીનું કારસ્તાન બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીના 33 કરોડના કૌભાંડ બાદ સ્વામી ફરાર થઈ ગયા છે અને તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતા મુદ્દો ગરમાયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેમણે 20 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા અને 9 બેન્ક એકાઉન્ટ સાધવીઓના નામે હોવાનું ખૂલ્યું છે. જો કે, એવું પણ સામે આવ્યુ છે કે તેમણે આગોતરા જામીન અરજી પણ કરી દીધી છે.

હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામીએ ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ અંગત હેતુ માટે કર્યો હોવાનો આક્ષેપ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગવલ્લભ સ્વામી પર 32.26 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે અને આ કૌભાંડ રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી સાથે સંબંધિત છે. જોકે, કરોડોના કૌભાંડ બાદ સ્વામી ફરાર થઈ ગયા છે. આ મામલે 4 લોકો વિરુદ્ધ FIR નોંધાઇ છે અને રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ ત્યાગ વલ્લભ સ્વામીની શોધખોળ ચાલી રહી છે.

ઘણા દાયકાઓ પહેલા હરિપ્રસાદ સ્વામી કે જે સ્વામી નારાયણ સંપ્રદાયના એક મહત્વપૂર્ણ સંત હતા તેમણે હરિધામ સોખડાને અલગ કરીને સ્થાપના કરી હતી અને ત્યાગવલ્લભ સ્વામી હરિધામથી સોખડા સાથે જોડાયેલા છે. ચેરિટીમાં મળેલી રકમનો સ્વામીએ પોતાના અંગત કાર્યોમાં ઉપયોગ કર્યાનો સેવકો વતી આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વામી પર એવા પણ આરોપો છે કે તેમણે મનસ્વી રીતે કામ કર્યું અને પોતાના હિસાબે ફંડનો ખર્ચ કર્યો.

નાણાકીય વ્યવહારો માટે સ્વામીએ લગભગ 20 ખાતા ખોલાવ્યા અને આ ખાતા સત્સંગીઓના નામે હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત એવું પણ સામે આવ્યુ છે કે 9 બેંક ખાતા તો મહિલા સત્સંગીઓના નામે છે. આ ઉપરાંત સ્વામી પર એવો પણ આરોપ છે કે બેંક ખાતા અને જમીનના દસ્તાવેજો પણ તેમણે પોતાની પાસે રાખ્યા છે. આ કૌભાંડ બાદ સ્વામી ફરાર થઇ ગયા છે અને તેમણે આગોતરા જામીન માટે અરજી પણ કરી છે. સોમવારે કોર્ટમાં આ અંગે સુનાવણી થઈ શકે છે.

Shah Jina