ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂત સ્યુસાઇડ કેસ: અભિનેત્રી રિયા ચક્રવર્તીના વિરુદ્ધ મુકદ્દમો, પોલીસ હવે…જાણો ફટાફટ

અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂન ના રોજ આત્મહત્યા કરીને જીવનને ટૂંકાવી લીધું છે. તેના આત્મહત્યાની બાબતમાં હજી સુધી કોઈ ખાસ જાણકારી હાથ લાગી નથી પણ પોલીસ સુશાંતના નજીકના લોકો સાથે પુછપરછમાં લાગી ચુકી છે. એવામાં સુશાંતની હાલની પ્રેમિકા રિયા ચક્રવર્તીનું સ્ટેટમેન્ટ પણ લઇ લેવામાં આવ્યું છે.

પુછતાછના દરમિયાન રિયાએ સુશાંત સાથે જોડાયેલા ઘણા ખુસાલાઓ કર્યા હતા. રિયાના સિવાય આ મામલામાં અન્ય 15  લોકોના સ્ટેટમેન્ટ પણ દર્જ કરવામાં આવી ચુક્યા છે. મૌતના મામલામાં બિહારના મુજ્જફરમાં મુખ્ય ન્યાયિક દંડાધિકારીની અદાલતમાં એક અન્ય ફરિયાદ રિયાના વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જે કુંદન કુમાર દ્વારા મામલો 420 અને 306 ધારાના આધારે દર્જ કરવામાં આવી છે, મામલાની સુનવણી 24 જુનના રોજ થઇ શકે તેમ છે.

કુંદન કુમારે મીડિયા સાથે વાતચીતમાં રિયા પાર આરોપ લગાવ્યો કે રિયાએ સુશાંતને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો હતો. રિયાએ સુશાંતનો સહારો મેળવીને ઘણો લાભ ઉઠાવ્યો હતો. આ સંબંધને સુશાંત વાસ્તવિક રિલેશન માની ચુક્યો હતો પણ રિયા પુરી રીતે સુશાંતનો ઉપીયોગ જ કરી રહી હતી.

કુંદન કુમારે કહ્યું કે સુશાંતે ઘરના લોકો સાથે વાત કરીને રિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો હતો પણ આ વચ્ચે રિયાએ સુશાંત સાથે સંબંધ જ ખતમ કરી નાખ્યો. આ સિવાય રિયા વચ્ચે-વચ્ચે ઘણીવાર ફોન કરીને તેને ઉક્સાવતી પણ હતી, જેનાથી સુશાંત ડિપ્રેશનમાં ચાલ્યા ગતા. કુંદન કુમારનું કહેવું છે કે સુશાંત પુરી રીતે રિયાના પ્રેમજાળમાં ફસાઈને પોતાનો જીવ ગુમાવી બેઠા.

આ સિવાય મુજફ્ફરમાં સલમાન ખાનર,કરન જોહર, આદિત્ય ચોપરા, સાજીદ નડિયાદવાલા, સંજય લીલા ભંસાલી, એકતા કપૂર, દિનેશ વિજ્યા અને ટી-સીરીઝના ભૂષણ કુમાર પર પણ આરોપ લાગ્યા છે. જાણવા મળ્યું છે કે સુશાંત દ્વારા સાઈન કરેલી સાત ફિલ્મો છીનવી લેવામાં આવી હતી અને નિર્માતા-નિદેશકો દ્વારા સુશાંતનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. તેની ફિલ્મોને રિલીઝ થવા દઈ રહ્યા ન હતા.
આ સિવાય તેની જેકલીન ફર્નાડીઝ સાથેની ફિલ્મ ડ્રાઇવ પણ સુશાંતને પૂછ્યા વગર જ નેટફ્લિક્સ પર રિલીઝ કરી દેવામાં આવી હતી. વકીલે આઇપીસી ધારા 306, 109, 504 અને 506 ના આધારે આ નામચીન હસ્તીઓ વિરુદ્ધ મુકદ્દમો દર્જ કરાવ્યો છે, આ મામલામાં કોર્ટે સુનવણી જુલાઈ મહિનામાં નક્કી કરી છે.

મામલામાં યશરાજ ફિલ્મ્સ સાથે સાઈન થયેલી સુશાંતની ફિલ્મની કોપી પણ પોલીસને સોંપી દેવામાંઆવી છે. જેના આધારે યશરાજ ફિલ્મ્સે સુશાંત સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાકટ કર્યો હતો. જેમાંની બે ફિલ્મો ‘બ્યોમકેશ’ અને ‘શુદ્ધ દેશી રોમાન્સ’માં સુશાંત કામ કરી ચુક્યા છે અને ત્રીજી ફિલ્મ ‘પાની’ બજેટને લીધે આગળ વધી શકી ન હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.