ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ આવી ફરી વિવાદોમાં, અમદાવાદની મહિલાને માર મારવાના આરોપમાં નોંધાયો કેસ, પોલીસે હાથ ધરી તપાસ

વિવાદમાં રહેતી કીર્તિ પટેલે ગોયલ પાર્કમાં ‘તું ઘરમાંથી નીકળ’ કહી મહિલાને ઢોર માર માર્યો, પીડિતાએ ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Complaint against Kirti Patel in Ahmedabad and Surat : ગુજરાતની ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ અવાર નવર વિવાદોમાં રહેતી હોય છે. ઘણીવાર તો તે માથાભારે બનતી હોય છે અને કાયદો પણ હાથમાં લેતી હોય છે. સોશિયલ મીડિયામાં પણ તેનું સારું એવું ફેન ફોલોઇંગ છે અને ઘણીવાર લાઈવ આવીને તે કોઈ મુદ્દે વાતો કરતા ઉગ્ર પણ બની જાય છે અને જાહેરમાં જ ગાળો પણ બોલતી જોવા મળે છે, તેના આવા ઘણા વીડીયો પણ વાયરલ થયા છે, ત્યારે હાલ તે ફરી વાર ચર્ચામાં આવી છે. જેમાં અમદાવાદની એક મહિલાના પતિ સાથે વાતચીતમાં મામલો વણસતા કીર્તિ પટેલ વિરુદ્ધ કેસ નોંધાયો છે.

મારમારીના કેસમાં ફરિયાદ :

કીર્તિ પટેલ આ મહિલા સાથે મારામારી કરી હોવાની ફરિયાદ પણ મહિલા વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાતા પોલીસે કીર્તિ વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર વસ્ત્રાપુરના માનસી સર્કલ નજીક ગોયલ પાર્કમાં રહેતા રમીલાબેન મકવાણાએ વર્ષ 2014માં રામનિવાસ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ પતિ સાથે મતભેદ થવાના અકરને વર્ષ 2019માં છૂટાછેડા પણ લઇ લીધા હતા. છૂટાછેડા બાદ પણ પતિની આગળ પાછળ કોઈ ના હોવાના કારણે રમીલાબેન પતિની સાથે જ રહીને તેમની સેવા ચાકરી કરતા હતા.

ઘરમાં ઘુસ્યા 4 લોકો :

ચાર દિવસ પહેલા રમીલાબને ઘરે હતા ત્યારે બે સ્ત્રીઓ રામનિવાસ અગ્રવાલને મળવા માટે આવી હતી અને તેમને ઘરમાંથી નીકળવાનું કહીને બબાલ કરી મારામારી પણ કરવા લાગી. ત્યારબાદ પોલીસ બોલાવતા બંને ફરાર થઇ ગઈ હતી. જેના બાદ રમીલાબેનને જાણ થઇ કે જે સ્ત્રીઓ આવી હતી તેમાંથી એક સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ અને બીજી ગુડ્ડી પટેલ હતી. આ ઉપરાંત તેમની સાથે બે પુરુષો પણ હતા જેમના નામ વિરમ ભરવાડ અને મુકેશ ચૌધરી હોવાનું પણ સામે આવ્યું.

સુરતમાં પણ નોંધાઈ ફરિયાદ :

રમીલાબેન સાથે થયેલી મારામારી બાદ તેમની દુખાવો ઉપડ્યો અને પછી પોલીસને પણ આ મામલે જાણ તથા રમીલાબેને ચારેય લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ત્યારે પોલીસને જાણવા મળ્યું કે વિરમ ભરવાડ નામનો વ્યક્તિ કર્ણાવતી ક્લબ પાસે ખેતલાઆપા ટી સ્ટોલ ચલાવે છે અને કીર્તિ પટેલની તેને ત્યાં બેઠક પણ છે.  આ ઉપરાંત કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતમાં પણ છેતરપિંડીની ગુન્હો નોંધાયો છે. આમ હવે સુરત અને અમદાવાદ બંને શહેરોમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel