52 વર્ષિય ડોક્ટરે તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી સાથે જબરદસ્તી સુખ… બંગલામાં લઇ જઈને અડપલા તેમજ…
ગુજરાતમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર લગ્નની લાલચ આપી કે પછી ઘણીવાર નોકરીની લાલચ આપી યુવક કે આધેડ કોઇ યુવતિને કે સગીરાને ફસાવી તેના સાથે દુષકર્મ આચરતા હોય છે. ત્યારે હાલ ખેડા જિલ્લાના ડાકોરમાંથી હડકંપ મચાવી દે તેવો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. ખેડામાં એક ડૉક્ટર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાતા તબિબ આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે. ફરિયાદમાં એવું સામે આવ્યુ છે કે, ડૉક્ટરે તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

તેણે યુવતિને સરકારી નોકરી અને લગ્નની લાલચ આપી હતી. આ મામલે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી ડોક્ટરનું નામ ડો. અજય છે, જે પોતે સરકારી તબિબ છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા સ્થાઈ થયો છે. આક્ષેપ લાગ્યો છે કે તેણે સરકારી નોકરી અને લગ્નની લાલચ આપી તેનાથી અડધી ઉંમરની એપ્રેન્ટિસ ડૉક્ટર યુવતી સાથે અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસે ફરિયાદ નોંધાયા બાદ તબિબ સામે આઈપીસી કલમ 376(2)e, 376(2)n, અને 506 મુજબનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસમાં એવી પણ વિગત સામે આવી છે કે, યુવતિના લગ્ન થઇ ગયા હતા અને લગ્ન બાદ પણ આરોપી ડોક્ટર યુવતી સાથે બળજબરીથી બળાત્કાર ગુજારતો હતો તેવી ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત યુવતીને તેના પતિ સાથે છૂટાછેડા લઈ લેવાની ધમકી આપતો હતો. ડોક્ટરની હેરાનગતિને કારણે પીડિત યુવતિના લગ્ન જીવનમાં ભંગાણ પણ થયું હતું.આરોપી ડોક્ટરે યુવતિને CHC ક્વાર્ટર્સમાં તેમજ પોતાની ઓફિસમાં બોલાવી અડપલા કર્યા હતા અને બળાત્કાર ગુજારતો હતો.
એટલું જ નહિ, ડોક્ટરના આણંદ ખાતેના બંગલામાં આ યુવતીને લઈ જઈ અનેકવાર બળાત્કાર ગુજાર્યો હોવાનુ યુવતિએ જણાવ્યું છે. અજય પોતે આણંદ રહે છે અને 7થી8 વર્ષથી ડાકોર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબિબ સુપ્રિન્ટેન્ડેન્ટે તરીકે ફરજ બજાવે છે. તે પરણિત છે અને તેને બે બાળકો પણ છે.