અમદાવાદ પ્રેમીએ ટીચર પ્રેમિકા પાછળ ખુબ પૈસા ઉડાવ્યા, પછી એક દિવસે એવું થયું કે અક્કલ કામ નહિ કરે

અમદાવાદમાં શાક્વાળાએ છૂટાછેડા વાળી 34 વર્ષની મહિલા ટીચર સાથે અફેર કર્યું, ટીચર પાછળ ખુબ પૈસા ઉડાવ્યા, હવે થઇ ગયો કાંડ

ગુજરાતમાંથી ઘણીવાર મહિલાઓ કે યુવતિઓને હેરાન કરવાના અને મારઝુડ કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. ઘણા કિસ્સાઓમાં દહેજને કારણે તો ઘણા કિસ્સાઓમાં પતિ કોઇ બીજી સ્ત્રીને પ્રેમ કરતો હોવાને કારણે સાસરિયા અને પતિ દ્વારા મહિલાને શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતી હોય છે. તો ઘણીવાર કોઇ પ્રેમી દ્વારા તેની પ્રેમિકા હેરાન કરવામાં આવતી હોય છે. હાલમાં અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ તેના પૂર્વ પ્રેમી સામે પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થયેલા હતા અને તે બાદ તે એક યુવકના પ્રેમમાં પડી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જો કે, આ યુવક તેના પર શંકા રાયખતો અને તેને માર પણ મારતો હતો. જેને કારણે મહિલાએ તેની સાથે પ્રેમ સંબંધ ખતમ કરી દીધા હતા. આ દરમિયાન યુવકે મહિલાને કહ્યુ કે, તારી સાથે સંબંધ રાખ્યો ત્યારે તારી પાછળ ખૂબ ખર્ચ કર્યો છે, તે આપી દે તેવું કહી પૈસા માંગ્યા હતા અને ભરબજારે તેની છેડતી કરી હતી. ઘટનાનીપ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી મહિલા એક સ્કૂલમાં નોકરી કરે છે અને તેના લગ્ન વર્ષ 2010માં થયા હતા. આ લગ્નથી તેને એક દીકરી પણ છે. જો કે, પતિ સાથે તેને મનમેળ ન આવતા તેણે છૂટાછેડા લીધા હતા.

ત્યાર બાદ તે એક યુવકના પ્રેમમાં પડી હતી. થોડો સમય તો સારુ રહ્યુ પરંતુ પ્રેમી મહિલા પર શંકા રાખતો અને તેની સાથે મારઝૂડ પણ કરતો અને ઝગડા કરતો હતો. ત્યારે આ દરમિયાન યુવકે મહિલા પાસે સંબંધ રાખ્યા ત્યારે ખૂબ ખર્ચ કર્યો હોવાનું કહ્યુ અને એ પૈસા માંગી તેણે ભરબજારે મહિલાની છેડતી કરી. મહિલા બે વર્ષ પહેલાં નોકરીની સાથે સાથે સાંજના સમયે શાકમાર્કેટમાં શાકભાજીની લારી લગાવતી હતી. ત્યારે અમિત પણ શાકભાજીનો વેપાર કરતો હતો. આ દરમિયાન જ મહિલા તેના સંપર્કમાં આવી હતી.

જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને એક વર્ષ પહેલા અમિતે મહિલા પર ખોટી રીતે વહેમ રાખી ઝઘડો કરવાનો શરૂ કર્યું. ઘણીવાર અમિત મહિલા પર શંકા રાખી મારામારી અને ઝઘડો કરતો. આથી કંટાળેલી મહિલાએ તેની સાથે સંબંધ ખતમ કરી નાખ્યો હતો. પછી અમિત અવારનવાર મહિલા પાસે આવી કહેતો કે તારી સાથે સંબંધ રાખ્યો તે દરમિયાન ઘણા પૈસા વાપર્યા એ પૈસા તું મને આપી દે. જ્યારે મહિલા રોડ ઉપરથી અવરજવર કરે ત્યારે આબરૂ લેવાના ઇરાદે તેની છેડતી કરતો હતો. અમિતે મહિલાને અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ આખરે કંટાળી મહિલાએ અમિત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina