અજબગજબ

આ મહિલાને સામાન્ય માથાનો દુઃખાવો હતો, દર્દ વધ્યું તો ડોક્ટર પાસે ગઈ તો ખુલી ગયું રાઝ- જાણીને દંગ રહી જશો

આજકાલ માથાનો દુઃખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ક્યારેક માઈગ્રેનના કારણે માથાનો દુખાવો વધી જાય છે. પરંતુ જયારે માથાનો દુખાવો હદથી બહાર થાય ત્યારે સૌથી સારો વિકલ્પ ડોક્ટર પાસે જવાનો જ છે. ત્યારે વિદેશમાં રહેતી એક મહિલાને પણ માથાનો દુખાવો રહેતો હતો. જયારે તે ડોક્ટર પાસે સારવાર માટે ગઈ ત્યારે ડોક્ટરોએ જે કહ્યું તે જાણીને તમારા હોંશ ઉડી જશે.

Image Source

યાદિર રોસ્તો નામની મહિલા છેલ્લા 9 મહિનાથી માથાના દુખાવાથી પીડાતી હતી. પરંતુ દિવસે ને દિવસે આ મહિલાની તબિયત વધુ ખરાબ થવા લાગી હતી. માથાનો દુખાવો એ હદે વધી ગયો હતો કે તેની અસર તેની આંખની રોશની પર પડવા લાગી હતી.

Image Source

જયારે આ અંગે ડોક્ટરને બતાવ્યું ત્યારે તેનો જવાબ હેરાન કરવાવાળો હતો. ડોક્ટરોએ તેને જણાવ્યું હતું કે,તેના માથાના દુખવું કારણ ટેપવોર્મ (ફિતાકૃમિ) છે. જે તેના માથા સુધી પહોંચી ગયું છે. અને તેને યાદીરાના માથામાં ઈંડા પણ આપવાનું શરૂ કરી દીધું છે.

Image Source

બતાવવામાં આવી રહ્યું છે કે, યાદિરાના માથામાં લગભગ 2 વર્ષ પહેલા આ ટેપવોર્મ ઘુસ્યો હતો. જયારે યાદીરા મેક્સિકોની યાત્રા પર ગઈ હતી. આ ટેપવોર્મ મળ પદાર્થોના પ્રદુષિત ભોજનમાં મળે છે. યાદિરાના લોહીથી થયેલા ટેપવોર્મ તેના મગજ સુશી પહોંચ્યા હતા. ડોક્ટરોએ યાદીરાનો ઈલાજ કરીને આ ટેપવોર્મને કાઢી નાખ્યા હતા.ડોક્ટરોએ આ બાબતે કહ્યું હતું કે, યાદિરાને જલ્દી જ રિકવરી આવશે. મેથોડિસ્ટ ડલ્લાસ સેન્ટરને યાદીરાના ઇલાજનો વિડીયો પણ શેર કર્યો છે.