BREAKING મોટી કાર્યવાહી: IMA ડોક્ટરો અને રામદેવની તકરાર વચ્ચે પતંજલિના આ ફેકટ્રી કરવામાં આવી સીલ

બાબા રામદેવની આ પ્રોડક્ટમાં ભેળસેળની આશંકા ગઈ અને…જાણો વિગત

રાજસ્થાનના અલવરમાં પતંજલિ બ્રાંડના નામથી સરસોં તેલની પેકિંગ કરવા વાળા એક આયલ મિલને સીલ કરી દીધી છે. મિલમાં પતંજલિની વધુ માત્રામાં પેકિંગ સામગ્રી મળી છે. આરોપ છે કે, પતંજલિના નામ પર ભેળસેળ સરસોં તેલની સપ્લાય કરવામાં આવે છે. ગુરુવારે પૂરા મિલની વીડિયોગ્રાફી કરવામાં આવી અને સેંપલ લેવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, એલોપૈથી પર ટિપ્પણી મામલે IMAના 1000 કરોડ રૂપિયાના માનહાનિ કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના નિશાના પર આવી ગયા છે. સરકારની તરફથી ગુરુવારે રાત્રે બાબા રામદેવની પતંજલિ કંપનીના સરસોં તેલમાં ભેળસેળની આશંકાના કારણે અલવર સ્થિત ખેરથલ ફેક્ટ્રીને સીલ કરી દેવામાં આવી છે.

પ્રશાસને કંપનીને ચેતવણી આપી છે કે, કોઇ પણ સામાન સાથે છેડછાડ ના કરવામાં આવે. જે સામાન જયાં છે ત્યાં જ હોવો જોઇએ, તમને જણાવી દઇએ કે, આ ફેક્ટ્રીમાં ભારી માત્રામાં સરસોંનું તેલ બાબા રાામદેવની કંપની પતંજલિને જાય છે. જે બાદ પતંજલિ આ તેલ પર તેમના ઠપ્પા લગાવી બજારોમાં સપ્લાય કરે છે.

જિલ્લા કલેક્ટરનું કહેવુ છે કે, પ્રસાશનને જેવી જ તેલમાં ભેળસેળની વાત ખબર પડી તો ફરિયાદ આધાર પર ત્વરિત કાર્યવાહી કરતા અલવરના એસડીએમના નેતૃત્વમાં ત્રણ સભ્યોની કમિટીનું ગઠન કરવામાં આવ્યુ. આ કમિટીએ ફેકટ્રી પર કાર્યવાહી કરતા તેને સીલ કરી દીધી છે. કારણ કે સામાન આમ-તેમ ના થાય. તેમણે કહ્યુ કે, આ મામલાની તપાસ થઇ રહી છે. સેંપલ રીપોર્ટ આવ્યા બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina