ગોંડલમાં યુવકે આત્મહત્યા કરતા પહેલા લખ્યું, “મારા ખાતામાં જે પૈસા છે તે બહેનના લગ્નમાં વાપરજો !” બીજું જે લખ્યું એ વાંચીને રડી પડશો, જુઓ

ગોંડલમાં 23 વર્ષના જયેશે આત્મહત્યા કરતા પહેલા કહ્યું, જીવવાની જરાય ઈચ્છા નથી, સપના ઘણા હતા, મહેનત કરી તો પણ….જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે, કોઈ પ્રેમ પ્રસંગોના કારણે મોતને વહાલું કરે છે તો કોઈ આર્થિક સંકળામણમાં પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, તો ઘણા યુવાનો અને બાળકો પરીક્ષામાં નાપસ થતા કે નાપાસ થવાની બીકે પેપર સારું ના જતા પણ મોતને વહાલું કરી લેતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો ગોંડલમાંથી પણ સામે આવ્યો છે, જ્યાં એક યુવકે સુસાઇડ નોટ લખીને મોતને વહાલું કર્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલમાં આવેલા કમરકોટડા ગામનો યુવાનો જયેશભાઇ જીવરાજભાઈ સરવૈયા કોમ્પિટિટિવ પરીક્ષામાં વારંવાર નાપાસ થવાના દુઃખમાં આવીને ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.  આ સાથે જ તેને આપઘાત કરતા પહેલા અઢી પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને આપઘાત પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

જયેશની સુસાઇડ નોટમાં જણાવ્યા પ્રમાણે તેને કોમ્પિટિટિવ પરીક્ષામાં સતત નાપાસ થવાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવ્યું છે, આ ઉપરાંત તેને લખ્યું છે કે, “મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ..”

(પ્રતીકાત્મક તસવીર)

જયેશે આગળ સુસાઇડનો નોટમાં લખ્યું છે કે, “મારા ખાતામાં જે રૂપિયા છે તે બહેનના લગ્નમાં વાપરી નાખજો. એ વાતની ખુશી પણ છે કે બે વર્ષ એપ્રેન્ટિસ કરીને ઘરમાં થોડી મદદ કરી શક્યો, આઇએમ સોરી પપ્પા, મમ્મી, બહેન, ભાઈ.” જયેશે સુસાઇટ નોટમાં પોતાની અંતિમ બે ઈચ્છાઓ પણ જણાવી હતી, તેને પોતાની અંતિમ ઇચ્છામાં અંગોનું દાન કરવાનું અને મૃત્યુ બાદ બધી ક્રિયાઓને વ્યર્થ માનતો હોવાના કારણે કોઈ ખર્ચ ના કરતા અને તેને બદલે 25-50 વૃક્ષો વાવી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Niraj Patel