ખબર

કોરોના કાળમાં આ કંપની ઘરેથી દૂર રહેતા લોકો માટે વેચી રહી છે બોટલ બંધ હવા, એક બોટલની કિંમત 2500 રૂપિયા

આજના સમયમાં જણાએ કંઈજ અશ્ય્ક ના હોય તેમ લાગી રહ્યું છે. વળી આ કોરોના વાયરસ આવ્યા બાદ તો ઘણી એવી વસ્તુઓ પણ જોવા મળી છે જેની કલ્પના આપણે ક્યારેય સપનામાં પણ નહિ કરી હોય.  (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

હાલ બ્રિટેનની અંદર કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા હાહાકાર મચી ગયો છે. ત્યારે આ દરમિયાન ઘણા દેશોએ બ્રિટેનથી આવનારા પ્લેન ઉપર રોક લગાવી છે, તો બ્રિટેનમાં પણ બોર્ડર સીલ કરવામાં આવી છે.

Image Source

જેના કારણે બ્રિટેનના ઘણા લોકો ઘરની બહાર જ ફસાઈ ગયા છે. બીજા દેશમાં કોઈ કામ માટે ગયેલા લોકો પણ પરત નથી ફરી શક્યા, ત્યારે બ્રિટેનની એક કંપનીએ ઘરથી બહાર રહેલા લોકો માટે એક ખાસ વસ્તુ બનાવી છે.

Image Source

બ્રિટેનની એક કંપનીએ ઘરથી બહાર રહેલા લોકો માટે બોટલ બંધ હવા બનાવી છે. એટલે કે બોટલની અંદર પોતાના ઘરની આસપાસની આબોહવાને કેદ કરી અને તેમના સુધી પહોંચાડવામાં આવી રહી છે.

Image Source

500 મીલીલીટરની આ બોટલની કિંમતની જો વાત કરવામાં આવે તો તેની કિંમત 25 પાઉન્ડ એટલે કે લગભગ 2500 રૂપિયાની આસપાસની છે. આ બોટલની સાથે એક કોર્ક સ્ટોપર પણ આવે છે, જેના કારણે જ્યારે પણ જરૂર પડે આ બોટલને ખોલીને હવા લઇ શકાય છે અને તરત બંધ કરી શકાય છે.

Image Source

માઈ બેગેજ નામની આ કંપની હાલમાં ઈંગ્લેંડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને આયર્લેન્ડની ઓરીજીનલ હવાને બોટલમાં બંધ કરીને વેચી રહી છે. આ કંપનીનું કહેવું છે કે આ ઉપરાંત પણ યુકેમાં રહેલી બીજી જગ્યાઓના ઓર્ડર લેવા માટે પણ તૈયાર છે.

Image Source

આ કંપનીના જણાવ્યા પ્રમાણે તેમને વધારે પડતા ઓર્ડર્સ એ લોકોના મળી રહ્યા છે જે ઘરેથી દૂર છે. તેમના પરિવારજનો તેમના માટે આ હવાની બોટલ ભેટમાં મોકલી રહ્યા છે.