ગુજરાતમાં જોવા મળી બિહારવાળી, વડોદરામાં ધોળા દિવસે કંપનીના માલિકનું અપહરણ, પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓને ઝડપી લીધા, જાણો સમગ્ર મામલો
Company owner abducted at gunpoint in Vadodara :ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આહજે ધોળા દિવસે કોઈની હત્યા અને લૂંટ ફાટની ઘણી ઘટનાઓ બનતી જોવા મળે છે. ત્યારે હાલ વડોદરામાંથી એક એવી જ ચકછારી ભરેલી ઘટના સામે આવી છે, જેમાં બે લોકોએ બંદૂકની જોર પર કંપનીના માલિકનું અપહરણ કરી લીધું હતું, જેના બાદ પોલીસે ફિલ્મી ઢબે બંને આરોપીઓની ધપરકડ કરીને તેમના વિરુદ્ધ ગુન્હો નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
કંપનીના માલિકનું અપહરણ :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં એક ખાનગી કંપનીના મલાઈક રશ્મિકાંત પંડ્યાનું બે શીખ યુવાનો દ્વારા નિઝામપુરામાંથી અપહરણ કરી લીધહુ હતું. જેના બાદ તેમને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ફેરવીને છેક વરણામા સુધી લઇ ગયા હતા. આરોપીઓએ પહેલા રશ્મિકાન્તની ગાડીને ઓવરટેક કરીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. જેના બાદ તેમની કારમાં ઘુસી જઈને તેમને બંધુક બતાવીને તેમનું અપહરણ કરી લીધું હતું.
રોકડ રકમ અને 3 મોબાઈલ પડાવ્યા :
અપહરણ કરીને લઇ જતા રસ્તામાં તેમને માર મારવામાં આવ્યો અને તેમની પાસેથી 3500 રૂપિયા રોકડા અને ત્રણ મોબાઈલ ઉપરાંત 2 કોરા ચેક પર પણ સહી કરાવી લીધી હતી. જેના બાદ વરણામા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન કાર રોકતા જ આ સમગ્ર મામલો સામે આવી ગયો હતો. જેના બાદ કંપનીના માલિકે પોતાનું અપહરણ થયું હોવાની માહિતી આપતા જ સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો, અને રશ્મિકાન્તને આરોપીઓની ચુંગલમાંથી છોડાવ્યા હતા.
પોલીસે કરી ધરપકડ :
આ ઉપરાંત પોલીસે બંને આરોપી મજિન્દર સિંહ અને સતનામ સિંઘ વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. તેમની પાસેથી માઉઝર પિસ્તોલ પણ મળી આવી છે અને બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ત્યારે આરોપીઓની ચુંગલમાંથી છુટતા જ કંપનીના માલિક રશ્મીકાંતે હાશકારો અનુભવ્યો હતો. જો પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કાર ના રોકી હોતી તો રશ્મિકાન્ત સાથે કંઈપણ થઇ શકતું હતું.