રાજકોટમાં 18000 રૂપિયા સુધીના પાન વેચતી દુકાનવાળાને અમેરિકાની આ કંપનીએ આપી ધમકી, જાણો સમગ્ર મામલો

ગુજરાતના લોકો ખાણીપીણીની બાબતમાં ખુબ જ આગળ છે તો એમાં પણ રંગીલા રાજકોટની વાત તો સૌ કોઈ જાણે છે. રાજકોટમાં લોકો ખાવાના ખુબ જ શોખીન છે અને તેમાં પણ જમ્યા બાદ પાન ખાવું તો એક રિવાજ બની ગયું છે. રાજકોટની અંદર 15 રૂપિયાથી લઈને 18000 રૂપિયા સુધીના પાન પણ મળે છે.

રાજકોટમાં મળતા આ પાનની ચર્ચાઓ આખા ગુજરાતમાં છે. રાજકોટમાં કોઈ જાય અને પાન ના ખાય એવું ભાગ્યે જ બનતું હોય છે. રાજકોટમાં પાનની દુકાને અવનવી વેરાયટીના પાન મળતા હોય છે.  જે ખાવા માટે પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે. રાજકોટમાં મળતા પાનને લોકો ગુજરાતમાં જ નહિ દેશમાં અને વિદેશમાં પણ પોતાની ખાવા સાથે લઇ જતા હોય છે.

ત્યારે આ દરમિયાન એક ખબર આવી રહી છે કે રાજકોટના એક પાન વાળા વિરુદ્ધ અમેરિકાની ફિલાડેલ્ફિયાની કંપનીએ વાંધો ઉઠાવ્યો છે. શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલી MR.Paanwala દુકાનના માલિક નરેન્દ્રભાઇ માલવીયાએ જણાવ્યું કે,અમેરિકાની ફિલાડેલ્ફીયાની એક કંપનીએ MR.Paanwala Rajkotના નામને લઇ ફેસબુક પર પોસ્ટ કરી વાંધો ઉઠાવ્યો છે.

આ મુદ્દે પણ નરેન્દ્રભાઇ સ્પષ્ટતા કરી હતી કે, અહીં જે નામ છે તે MR.Paanwala Rajkot છે. જે કોઇની કોપી નથી. છતાં કોઇને કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો ભલે કરે કંઇ કોપી કે ખોટુ કર્યું નથી. તેણે કોપીરાઇટના મુદ્દે અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરી અને કાયદેસર ન કર્યુ હોવાના મુદ્દે ઝઘડો કર્યો હતો.

નરેન્દ્રભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, 18000 રૂપિયાના પાનનું નામ મેરેજ પાન વીથ કીટ છે. જે ખાસ લગ્ન માટે બનાવવામાં આવે છે. આ પાનમાં એક્રેલીકનું બોક્સ આવે, વર-વધૂના ફોટા હોય, જેમાં સાત ખાના હોય અને સાતેય ખાનમાં પ્રિમીયમ કક્ષાનું ડ્રાયફ્રૂટ હોય છે. જેની 4થી 5 હજાર કિંમત હોય છે. તેમજ વચ્ચે બે સોનાના વરખ 18 કેરેટવાળા બે પાન મુકવામાં આવે છે. જેમાં એક પાનની કિંમત અંદાજીત 3000 રૂપિયા થાય છે. મોટા બોક્સમાં 300 ગુલાબ આવે છે.

Niraj Patel