તમે કોઈ કંપનીમાં નોકરી કરતા હોવ અને ત્યાં તમારો પગાર ત્યાંની એચઆર નહિ પણ તમે જાતે જ નક્કી કરો, તો શું તમે માનશો? સાંભળવામાં આ થોડી અટપટું તો લાગી જ રહ્યું હશે પણ જયારે લોકોને તેમના મન મુજબ પગાર માટે કેટલીય મશ્કેલીઓ સામનો કરવો પડે છે, ત્યારે આવી પણ એક કંપની છે કે જ્યાના કર્મચારીઓ પોતાનો પગાર નક્કી કરવાથી લઈને વધારવા સુધીનો નિર્ણય જાતે જ લે છે.

લંડનની આ કંપનીનું નામ છે ગ્રાન્ટટ્રી (GrantTree). આ કંપની બિઝન્સ કંપનીઓને સરકારી ફંડ મેળવવામાં મદદ કરે છે. ગ્રાન્ટટ્રીમાં કામ કરનારી એક મહિલાએ કહ્યું કે તેને જાતે જ પોતાનો વાર્ષિક પગાર 27 લાખથી વધારીને 33 લાખ રૂપિયા કરી દીધો છે.

એક અહેવાલ અનુસાર, ગ્રાન્ટટ્રીમાં કામ કરનાર સિસિલિયા મંડુકાએ જણાવ્યું કે તેને પોતાનો વાર્ષિક પગાર લગભગ 6 લાખ રૂપિયા વધારવાને લઈને મનમાં ઘણી દુવિધાઓ હતી. અસલમાં આ કંપનીના કર્મચારીઓ પગાર વધારાને લઈને પોતાના સહકર્મીઓ સાથે ચર્ચા કરવાની હોય છે. તેને પણ એવું જ કર્યું.

સિસિલિયાએ જણાવ્યું કે તેને ખબર હતી કે તેનું કામ બદલાઈ ગયું છે અને એ પોતાના ટાર્ગેટ કરતા આગળ પહોંચી ગઈ હતી. જયારે એને પોતાના સહકર્મી સાથે વાત કરી તો એને પણ સિસિલિયાનું સમર્થન કર્યું કે તેનો પગાર વધાવો જોઈએ.
ગ્રાન્ટટ્રી કંપનીમાં કામ કરનાર બધા જ કર્મચારીઓ પોતાનો પગાર જાતે નક્કી કરે છે અને જયારે ઈચ્છે ત્યારે પોતાના પગારમાં બદલાવ પણ કરાવી શકે છે. જો કે પગાર વધારતા પહેલા અહીંના કર્મચારીઓ એ નોંધ લે છે કે તેમના જેવું કામ કરનારને અન્ય કંપનીમાં કેટલો પગાર આપવામાં આવે છે.

પગાર વધારતા પહેલા કર્મચારીઓ મળીને એ વિશે પણ ચર્ચા-વિચારણા કરે છે કે તેમણે જાતે કેટલી પ્રગતિ કરી છે અને કંપની કેટલું વધારે પરવડી શકે છે. આ પછી તેઓ પગાર વધારવાનું પ્રપોઝલ મૂકે છે અને અન્ય કર્મચારીઓ તેને રીવ્યુ કરે છે. જો કે સહકર્મી હા કે ના નથી કહેતા પણ આ પ્રસ્તાવ પર પોતાનો ફીડબેક આપે છે. ફીડબેક પછી કર્મચારી જાતે જ પોતાનો પગાર નક્કી કરી લે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks