ફિલ્મી દુનિયા

સૈફ અલી ખાન ખાન અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચે થયું આવું, સારા અલી ખાને કર્યો ખુલાસો

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ 7.30 ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સુશાંતસિંહે ફરી એકવાર પોતાની એક્ટીંગનો ઝલવો દેખાડતો નજરે ચડયો હતો. તેણે ફિલ્મમાં પોતાની એક્ટિંગને સારી બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. ફિલ્મની મુખ્ય એક્ટ્રેસ સંજના સંઘીએ પણ તેના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rohan Tiwary (@talesbyrohan) on

આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ નાનકડી ભૂમિકામાં નજરે ચડયો છે. જોકે તે ખૂબ જ ટૂંકા સમય માટે ફિલ્મમાં હતો પરંતુ તેનો રોલ ઘણો મહત્વનો હતો. આખી ફિલ્મ લાગણી, પ્રેમ અને નાટકથી ભરેલી છે. ફિલ્મના ગીતો પણ ખૂબ પસંદ થયા છે. આ ફિલ્મ સાથે સારા અલી ખાને તેના પિતા સૈફ અલી ખાન સાથે સુશાંત સિંહ રાજપૂતની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને એક ખાસ વાત જણાવી હતી.

આ તસવીરની સાથે તેમણે કેપ્સનમાં લખ્યું હતું કે, ‘ફક્ત બે સજ્જન લોકો જેમણે મારી સાથે વૈન ઘોષ, ટેલિસ્કોપ, તારામંડળ ગિટાર, , ધ નોર્ધન લાઇટ્સ, ક્રિકેટ, પિંક ફ્લોઇડ, નુસરત સાબ અને એક્ટિંગની ટેક્નિકને લઈને વાત કરી છે. તમારા બંનેમાં આ વાતો કોમન હતી. દિલ બેચારા હવે ડિઝની પ્લસ હોટસ્ટાર પર. ‘

 

View this post on Instagram

 

A post shared by Indian Telly (@indiantelly) on

ફિલ્મમાં સુશાંત મૈનીના રોલમાં અને સંજના સંઘીએ કીજી બાસુનો રોલ કર્યો છે. કેજી બાસુ કેન્સરથી પીડિત છે. તેતેની જિંદગી દવાઓ અને દુઃખ સાથે જીવે છે. પરંતુ તે પછી જ મેની તેના જીવનમાં પ્રવેશ કરે છે. જે પછી કેજીનું જીવન બદલાય છે. મેની કીજીનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે. બંને વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે કે પછી જ કંઈક થાય છે જે પછી વાર્તામાં ટર્ન આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Lollywood Lollypop (@lollywoodlollypop) on

જણાવી દઈએ કે આ ફિલ્મ જોવા માટે કોઈએ હોટસ્ટાર પર સબ્સ્ક્રાઇબ કરવાની જરૂર નથી. બિન-સબ્સ્ક્રાઇબર્સ પણ આ ફિલ્મ મફતમાં જોઈ શકે છે. આ ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે. તો તેનું સંગીત એ.આર.રહેમાને આપ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by zikra naaz (@zikra_naaz) on

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ ફેન્સ તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બચારા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મમાં સુશાંતને જોયા પછી ફેન્સ ઇમોશનલ બની રહ્યા છે. જણાવી દઈએ કે, 34 વર્ષના સુશાંત સિંહ રાજપૂતને 14 જૂન, 2020 ના રોજ તેમના મુંબઈસ્થિત તેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસના કહેવા મુજબ, સુશાંત નવેમ્બર 2019થી ડિપ્રેસનમાં હતો અને મુંબઇના જ ડોક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Lollywood Lollypop (@lollywoodlollypop) on

સુશાંત સિંહ રાજપૂતની કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2013 માં ફિલ્મ ‘કાઈ પો છે!’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંતની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. આ બાદ તેને ‘શુદ્ધ દેશી રોમાંસ’, ‘પીકે’, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ અને ‘છીછોર’ જેવી મોટી ફિલ્મો કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.