ખબર

કમિશનર વિજય નેહરાએ કર્યો મોટો ખુલાસો: કોરોનાની લડાઈ લાંબી ચાલશે જો…

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં વધુ 127 કેસ નોંધતા ગુજરાતમાં આંકડો 2066 પર પહોંચી ગયો છે. 2066 કેસ પૈકી અમદાવાદમાં 1298 દર્દી થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 43એ પહોંચ્યો છે.

Image Source

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસો સાથે અમદાવાદ મોખરે છે. ત્યારે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ પોતાના બુલેટિનમાં મોટું નિવેદન આપ્યું હતું.

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ કોરોનને લઈને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ જે રીતે કોરોના વાયરસના દર્દીઓ નો વધારો ચિંતાનો વિષય છે, આમ છતાં મે મહિનામાં કોરોના પર કાબૂ મેળવી શકાશે. કોરોના વાયરસ સામે લડવા માટે આપણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ તૈયારી કરી લીધી હતી. 24 જાન્યુઆરીનાં રોજ ડોકટર્સને સૌથી મોટી ટ્રેનિંગ આપવામાં આવી હતી. 8 માર્ચ સુધીમાં સ્થિતીની ગંભીરતાથી સમજાઈ જતા અન્ય દેશને જોઈને તૈયારીઓ કરવામાં આવી હતી.

Image source

તો બીજી તરફ આ સિવાય ગુજરાતમાં કોરોના દર્દીઓમાં પ્લાઝમાં ટ્રાન્સમિશન માટે મંજૂરી માંગવામાં આવી હતી. તેને મંજૂરી મળી ગઈ છે અને કોરોનાના પ્રથમ દર્દીને પ્લાઝમા ટ્રાન્સમિશન અપાયું છે હવે તેનું પરિણામ શું આવે છે તે આવનાર સમય બતાવશે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર અમદાવાદની SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા 500થી વધારી 1000 કરી છે. SVPમાં 500 બેડની વ્યવસ્થા કરાઈ છે. કોઈને ચિંતા કરવાની જરૂર નથી. SVPમાં ટેસ્ટિંગની ક્ષમતા 1000 કરવામાં આવી છે.

Image source

તો ગુજરાતમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે.

Image source

બીજી બાજુ સુરત સિવિલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને 5 સ્ટાર હોટલમાંથી જમવાનું આપવાની પહેલ કરવામાં આવી છે. શહેરમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા બે ડોકટરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ, ટ્રાફિક, કોમ્પ્યુટર બ્રાન્ચ, કંટ્રોલરૂમ સહિતના 36 જેટલા પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જે તમામના નેગેટિવ આવ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.