મનોરંજન

લોકોને હસાવવુ પણ સરળ નથી હોતુ, હસાવવાના ચક્કરમાં જેલમાં જઇને આવ્યા છે આ 5 કોમેડિયન

આ 5 માંથી એક કોમેડિયન જુનાગઢનો છે જે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપમાં જેલ ભેગલો થયેલો હતો, જાણો કોણ કોણ છે લિસ્ટમાં

ખુલ્લેઆમ કોમેડી કરવી એ ક્યારેય સરળ નથી હોતું. એક સ્ટેન્ડ-અપ કોમેડિયને માત્ર લોકોને હસાવવાનું નથી, પરંતુ તેના જોક્સથી કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવું પડે છે. જો તમે લોકોને હસાવવાની કોશિશ કરો અને થોડુ પણ ઉપર-નીચે થઇ જાય તો આફત આવી પડે છે. ત્યારે આ બદલ સોશિયલ મીડિયા પર ધમકીઓ, ટ્રોલિંગ અને ક્યારેક પોલીસ કાર્યવાહીનો પણ સામનો કરવો પડે છે. એવા ઘણા પ્રસંગો હતા જ્યારે સ્ટેન્ડ-અપ કોમેડિયનને લોકોને હસાવવા બદલ જેલમાં જવું પડ્યું હતું.

1.કીકુ શારદા : જાન્યુઆરી 2016માં, કિકુ શારદાને ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ સિંહની નકલ કરવા બદલ હરિયાણાના કૈથલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 295-A (કોઈ પણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક આસ્થાનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જ્યારે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને બળાત્કારનો દોષી ઠેરવવામાં આવ્યો અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી ત્યારે કિકુએ કહ્યું, ‘હું એક દિવસ માટે જેલમાં ગયો હતો. હવે સર ગયાને 20 વર્ષ થઈ ગયા છે’ કીકુ શારદા હાલમાં કોમેડી નાઈટ્સ વિથ કપિલ શોમાં જોવા મળે છે અને લોકોને ખૂબ હસાવવા માટે જાણીતા છે.

2.મુનવ્વર ફારૂકી : મુનવ્વર ફારૂકીને એક મશ્કરી માટે એક મહિનાથી વધુ સમય જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરીએ જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો શો શરૂ પણ કર્યો ન હતો. હિન્દુત્વ જૂથ હિંદ રક્ષક સંગઠનના વડા એકલવ્ય સિંહ ગૌરની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ફારૂકી પર કોમેડીના બહાને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો આરોપ હતો. શોના પહેલા રિહર્સલ દરમિયાન તેણે વિવાદાસ્પદ જોક્સ સંભળાવ્યા હતા. મુનવ્વર ફારૂકીને બાદમાં આ કેસમાં જામીન મળી ગયા હતા, પરંતુ ત્યારથી તેનું જીવન સરળ નથી રહ્યું. ધમકીઓ અને ટ્રોલિંગ વચ્ચે તેના શો કેન્સલ થતા રહ્યા. મુનવ્વર ફારૂકીને હવે કોમેડી પણ છોડી દેવાની ફરજ પડી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘નફરત જીતી અને એક કલાકાર હારી ગયો?

3.કુણાલ કામરા : કુણાલ કામરા સ્ટેન્ડઅપ કોમેડીમાં એક મોટું નામ છે. ગયા વર્ષે એટલે કે 2021માં તેમની કેટલીક ટ્વીટ્સને લઈને હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટે તેમને તિરસ્કારની નોટિસ પણ મોકલી હતી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટ સામે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કુણાલ કામરા સામે કોર્ટના અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા માટે તેમની સંમતિ આપી હતી.

કામરાએ એક કેસમાં અર્નબ ગોસ્વામીની જામીન અરજીની તાકીદની સુનાવણીની ટીકા કરી હતી, જે પછી અવમાનનાની અરજી દાખલ કરતી વખતે તેમની સામે નોટિસ જારી કરવામાં આવી હતી.

4.લેની બ્રુસ : અમેરિકામાં રહેતા લેની તેમના સમયના પ્રભાવશાળી હાસ્ય કલાકાર હતા. ધર્મ, ડગ અને શારીરિક સંબંધ વિશેના તેના તીખા જોક્સ ઘણાને પસંદ ન આવ્યા. લોકોએ તેનુ કોમેડી કરવાનું બંધ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા. આ ક્રમમાં, તેની અશ્લીલતા માટે વર્ષ 1964માં ધરપકડ કરવામાં આવી હતી અને ચાર મહિનાની સજા થઈ હતી.

5.જ્યોર્જ કાર્લિન : અમેરિકન સ્ટેન્ડ-અપ કોમેડિયન જ્યોર્જ કાર્લિનને અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંના એક તરીકે ગણવામાં આવે છે. ‘સેવન વર્ડ્સ યુ કેન નેવર સે ઓન ટેલિવિઝન’ નામના સ્ટેન્ડ-અપ એક્ટ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર અશ્લીલતાના કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. કાર્લિનની એક પ્રખ્યાત પંક્તિ છે, જેમાં તે કહે છે, ‘શાંતિ માટે લડવું એ વર્જિનિટી માટે લડવા જેવું છે’.