ખબર ફિલ્મી દુનિયા

બીજીવાર પિતા બનવા પર કપિલ શર્મા થયો ટ્રોલ, લોકોએ કહ્યુ, ગજબ સ્પીડ, એક પછી એક પ્રોડકશન ચાલુ છે

અભિનેતા અને કોમેડિયન કપિલ શર્મા બીજીવાર પિતા બની ગયા છે. ગિન્ની ચતરથે  દીકરાને જન્મ આપ્યો છે.

પોપ્યુલર કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર પિતા બની ગયા છે.તેમણે આ ગુડ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા છે. આ પહેલા 2019માં તેઓ પિતા બન્યા હતા અને ગિન્નીએ અનાયરાને જન્મ આપ્યો હતો.

Image source

એક તરફ કપિલને ફેન્સ શુભકામનાઓ આપી રહ્યા છે અને બીજી તરફ તેઓ ટ્રોલ પણ થયા છે કે, ત્રણ વર્ષમાં તેઓ બે બાળકોના પિતા બની ગયા છે.

 

તમને જણાવી દઇએ કે, કપિલ અને ગિન્ની લગ્નના એક વર્ષ બાદ એટલે કે 10 ડિસેમ્બર 2019માં પહેલી વાર માતા-પિતા બન્યા હતા. તેઓએ 2018માં લગ્ન કર્યા હતા.

Image source

કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘નમસ્કાર, વહેલી સવારે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાનના આશીર્વાદથી માતા અને બાળક એમ બંને સ્વસ્થ છે. તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ માટે આભાર. બધાને અમારો પ્રેમ. ગિન્ની અને કપિલ #gratitude