America’s Got Talent ના કોમેડિયન કબીર સિંહનું નિધન, નાની ઉંમરે હાંસિલ કર્યુ હતુ મોટુ મુકામ
ફેમસ ટેલિવિઝન શો અમેરિકાઝ ગોટ ટેલેન્ટના કોમેડિયન કબીર સિંહનું નિધન થઇ ગયું છે. કબીરે 39 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેમના આકસ્મિક નિધનથી તેમનો પરિવાર, મિત્રો અને ચાહકો આઘાતમાં છે. કબીર તેના પરફેક્ટ કોમિક ટાઇમિંગ માટે જાણીતા હતા. તેમના આકસ્મિક અવસાનથી કબીરે તેમના ભારતીય અને અમેરિકન રમૂજ સાથેના રમૂજી અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
અમેરિકાના પ્રખ્યાત ટીવી શો પર છાપ બનાવવી એ સરળ વાત નથી. કબીરે અમેરિકાઝ ગોટ ટેલેન્ટ જેવા શોમાં હાજરી આપીને આખા દેશને ફેમસ બનાવ્યું હતું. તેમના નિધનથી ચાહકો આઘાતમાં છે. તેમની ઉત્કૃષ્ટ પ્રતિભાએ તેમને એક શક્તિશાળી કોમેડિયન બનાવ્યા હતા. અહેવાલ અનુસાર, તેમના મૃત્યુ વિશે માહિતી આપતાં કબીરની મંગેતરે કહ્યું કે તેમનું મૃત્યુ 4 ડિસેમ્બરે થયું હતું.
જો કે મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ભારતની સાથે અમેરિકાએ પણ એક સારો કલાકાર ગુમાવ્યો છે. કબીરના નિધનના સમાચારથી નજીકના લોકોએ શોકની લાગણી વ્યક્ત કરી છે. ચાહકો અને ઇન્ડસ્ટ્રીના મિત્રો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અમેરિકાઝ ગોટ ટેલેન્ટે એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી અને કોમેડિયનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. પોર્ટલેન્ડમાં ભારતીય માતા-પિતાના ઘરે જન્મેલા કબીર સિંહને બાણપળથી જ કોમેડી કરવાનો શોખ હતો. તે 9 વર્ષની ઉંમરથી સ્ટેજ પર પરફોર્મ કરતા હતા.
આ પછી તેમનો પરિવાર મુંબઈ પાછો ફર્યો. કબીરને ઘણીવાર અમેરિકન બાળક હોવાના કારણે ચીડવવામાં આવતા અને એટલે તેમણે વાતચીત કરવા માટે ત્રણ અલગ-અલગ ભાષાઓમાં નિપુણતા મેળવી હતી. કબીર 13 વર્ષની ઉંમરે પાછા અમેરિકા ગયા. ભારતીય-અમેરિકન હોવાને કારણે તે બંને દેશોમાં પોતાની કોમેડી માટે ચર્ચામાં રહેતા.
The AGT family is deeply saddened to hear of the passing of Kabir Singh, a talented comedian who graced our stage with his undeniable humor. He brought joy and laughter to so many and his incredible talent will be missed. pic.twitter.com/lDH6SoA409
— America’s Got Talent (@AGT) December 6, 2024